Elon Musk : સ્ક્રિનશૉટે ખોલી ઈલોન મસ્કની પોલ! ગુપચુપ રીતે ઘર ભેગા કરી લેછે 81 લાખ રૂપિયા
દર મહિને 81 લાખ રૂપિયા કમાય છે, આ આંકડો ખરેખર ઘણો મોટો છે. તમારા માટે ઉપયોગી વાત એ છે કે જો તમારી પાસે ઘણા બધા ફોલોઅર્સ છે, તો તમે પણ દર મહિને સારા પૈસા કમાઈ શકો છો.
Elon Musk : દિવસ ઉગે ને ટ્વિટરના માલિકના નામનો કોઈ વિવાદ ના હોય તો જ નવાઈ. હવે ઈલોન મસ્ક સબ્સ્ક્રાઇબર્સ દ્વારા કમાણીને લઈને ચર્ચાના ચગડોળે ચડ્યા છે. જાણવા મળ્યું છે કે, ઈલોન મસ્ક સબ્સ્ક્રાઇબર્સ દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે. અબજોપતિ તેમના કરોડો યુઝર્સને કેટલીક વિશિષ્ટ સામગ્રી પ્રદાન કરીને દર મહિને લગભગ 81 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. દર મહિને 81 લાખ રૂપિયા કમાય છે, આ આંકડો ખરેખર ઘણો મોટો છે. તમારા માટે ઉપયોગી વાત એ છે કે જો તમારી પાસે ઘણા બધા ફોલોઅર્સ છે, તો તમે પણ દર મહિને સારા પૈસા કમાઈ શકો છો. જો કે, શરત એ છે કે તમે તમારા સબ્સ્ક્રાઇબર્સને ગુણવત્તાયુક્ત સામગ્રી પ્રદાન કરવા સક્ષમ હોવા જોઈએ. આવો જાણીએ શું છે મામલો?
સ્ક્રીનશોટ જાહેર થયો
તેના ટ્વિટર હેન્ડલ દ્વારા સ્ક્રીનશૉટ શેર કરતા, મસ્કે કહ્યું છે કે, કન્ટેન્ટ સર્જકો પ્લેટફોર્મ પર મુદ્રીકરણ વિકલ્પનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકે છે. શેર કરેલી તસવીર એ પણ બતાવે છે કે ઈલોન મસ્કના લગભગ 24,700 સબ્સ્ક્રાઇબર્સ છે, જેમને તે તેના ઓનલાઈન સત્રો વિશેની વિશિષ્ટ માહિતી અને એક્સેસ ઓફર કરે છે.
તે દરેક યુઝર્સ પાસેથી માસિક ધોરણે લગભગ $4 વસૂલ કરે છે. આનો અંદાજે અર્થ એ થયો કે તે દર મહિને લગભગ $98,800 (આશરે રૂ. 80.9 લાખ) કમાઈ રહ્યા છે. આ મુજબ, મસ્ક તેના માસિક સબ્સ્ક્રાઇબર્સ પાસેથી $100,000ની નજીકની કમાણી કરે છે, જે ભારતીય ચલણમાં રૂપાંતરિત થાય ત્યારે લગભગ 81.9 લાખ રૂપિયા થાય છે.
ટ્વિટરથી પૈસા કેવી રીતે કમાઈ શકાય?
ટ્વિટર મુદ્રીકરણ નામનો વિકલ્પ આપે છે. જ્યારે તમે તમારા પ્રોફાઇલ આઇકન પર ટેપ કરશો ત્યારે તમને આ દેખાશે. પ્રોફાઇલ આઇકોનને ટેપ કરવા પર સ્ક્રીનના તળિયે એક પ્રોફેશનલ ટૂલ્સ ટેબ દેખાશે. તમે તેના પર ટેપ કરો. ત્યાર બાદ તમને મુદ્રીકરણ વિકલ્પ દેખાશે. મુદ્રીકરણ પર ટેપ કર્યા બાદ તમારે સબસ્ક્રિપ્શન પર ટેપ કરવું પડશે.
નોંધ: મુદ્રીકરણ કાર્યક્રમ હાલમાં માત્ર પસંદગીના દેશો પૂરતો મર્યાદિત છે. ટ્વિટરના FAQ પેજ કહે છે કે જે લોકો યુએસ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, EU, UK અને EEA માં રહે છે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. ભારત સહિત અન્ય પ્રદેશોમાં આ કાર્યક્રમ ક્યારે શરૂ થશે તે જાણી શકાયું નથી.