ગૂગલની નવી શોધે દુનિયાને ચોંકાવી, નવા ઇનોવેશન સુપર કમ્પ્યુટરને પણ આપી માત
ગૂગલે તેની વિલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ પર ક્વોન્ટમ ઇકોઝ નામનું અલ્ગોરિધમ વિકસાવ્યું છે, જે વિશ્વના સૌથી અદ્યતન સુપર કમ્પ્યુટર્સ કરતા હજારો ગણું ઝડપી છે.

ગૂગલે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. કંપનીએ તેની વિલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ પર ક્વોન્ટમ ઇકોઝ નામનું અલ્ગોરિધમ વિકસાવ્યું છે, જે ક્લાસિક સુપર કોમ્પ્યુટર્સ કરતા હજારો ગણું ઝડપી છે. ગુગલેના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, આ પર્ફોમ્સને રિપીટ પણ કરી શકાય છે. આ અલ્ગોરિધમના કારણે દવાનું સર્ચ ઝડપી બનાવશે અને મેટેરિયલ સાયન્સને વધુ મદદ મળશે. ચાલો તેના વિશે વિગતવાર વધુ જાણીએ.
સૌથી અદ્યતન સુપર કોમ્પ્યુટર કરતાં 13,૦૦૦ ગણું ઝડપી
નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપર મુજબ, ગૂગલે જણાવ્યું હતું કે નવું અલ્ગોરિધમ વિશ્વના સૌથી અદ્યતન સુપર કોમ્પ્યુટર કરતાં ૧૩,૦૦૦ ગણું ઝડપી છે. ઉપયોગી ક્વોન્ટમ ટેકનોલોજી આગામી પાંચ વર્ષમાં ઉપલબ્ધ થશે અને આ દવા અને મેટેરિયસ સાયન્સનું ભવિષ્ય બદલી દેશે. સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, વિલો ચિપે પ્રથમ વેરિફાઇ કરી શકાય તેવી . ક્વાંટમ એડવાંટેજ પ્રાપ્ત કર્યું છે. આ ચિપ પર ચાલતું ક્વોન્ટમ એડવાન્ટેજ પ્રાપ્ત કર્યું છે. Quantum Echoes અલ્ગોરિધમ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સનો ઉપયોગ કરીને એટમની વચ્ચે ઇંટરેકશન અને એક્સ્પેનનેશ કરી શકે છે. જેનાથી દવાઓની શોધમાં મેટેરિયલ સાયન્સનું કામ સરળ થઇ જશે.
રિયલ વર્લ્ડ એપ્લિકેશનની દિશામાં મોટું પગલું-પિચર્ઇ
પિચાઈએ જણાવ્યું હતું કે આ રિઝલ્ટને વેરિફાય કરી શકાય છે. એટલે કે અન્ય ક્વોન્ટમ કમ્પ્યુટર્સ પર પણ રિઝલ્ટ મેળવી શકાય છેય તેમણે ઉમેર્યું હતું કે આ સિદ્ધિ ક્વોન્ટમ કમ્પ્યુટિંગના વાસ્તવિક-વિશ્વ એપ્લિકેશનો તરફ એક મોટું પગલું રજૂ કરે છે. ગૂગલની જાહેરાત બાદ, તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના શેરમાં 2.4 ટકાનો ઉછાળો આવ્યો.
શું હોય છે ક્વાંટમ કમ્પ્યુટર્સ
ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ટ્રેડિશલ કમ્પ્યુટરની જેમ નાના સર્કિટનો ઉપયોગ કરીને ગણતરીઓ કરે છે, પરંતુ તેઓ ક્રમિક રીતે નહીં પણ પેરેલલ રીતે આમ કરે છે, જેના પરિણામે નોંધપાત્ર રીતે ઝડપી ગતિ મળે છે. ઘણી કંપનીઓએ એવો દાવો કર્યો છે કે, તેમણે ક્વોન્ટમ સિસ્ટમ્સ બનાવી છે જે પરંપરાગત કમ્પ્યુટર્સને વટાવી શકે છે, પરંતુ વાસ્તવિક પડકાર તેમના વાસ્તવિક જીવનના ઉપયોગોને ઓળખવાનો છે.





















