શોધખોળ કરો
Advertisement
ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ થઈ FAU-G, આ રીતે કરી શકાશે પ્રી-રજિસ્ટ્રેશન, PUBGને આપશે ટક્કર
FAU-Gનું પૂરું નામ Fearless and United Guards છે. FAU-G એક વોર ગેમ છે જેનું એક યુદ્ધક્ષેત્ર પણ હશે.
PUBGના રીલોન્ચ પહેલા જ ભારતની દેશી ગેમિંગ એપ FAU-G ટૂંકમાં જ લોન્ચ થવાની છે. ગૂગલ પ્લે પર આ ગેમ લિસ્ટ થઈ ગઈ છે. હાલમાં આ ગેમ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ જ કારણે ગેમનું પ્રી રજિસ્ટ્રેશન એપ ગૂગલ પ્લે સ્ટો પર છે. આઈઓએસ યૂઝર્સને આ ગેમ માટે થોડી રાહ જોવી પડશે.
આ રીતે કરો પ્રી-રજિસ્ટ્રેશન
ગેમ ડેવલપરે આપેલી લિંક પર ક્લિક કરીને ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G એપના પેજ પર જાઓ. ત્યારબાદ 'પ્રી-રજિસ્ટર' બટન પર ક્લિક કરો.આ સાથે જ એક ડાયલોગ બોક્સ ખૂલશે, જે યુઝરને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા કહેશે. આખરે 'OK' બટન પર ક્લિક કરવાથી પ્રી-રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થશે. આ ડાયલોગ બોક્સ કહે છે કે આ ગેમ જ્યારે તમારી ડિવાઇસમાં ઇન્સ્ટોલ થવા માટે તૈયાર થઈ જશે, ત્યારે અમે તમને જાણ કરીશું.
મેડ ઇન ઇન્ડિયા છે ગેમ
FAU-Gનું પૂરું નામ Fearless and United Guards છે. FAU-G એક વોર ગેમ છે જેનું એક યુદ્ધક્ષેત્ર પણ હશે. જણાવીએ કે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે. વિતેલા દિવસોમાં ભારત ચીન સરહદ વિવાદ બાદ જાણીતી ગેમ PUBGને ભારતમાં પ્રતિબંધ કરવામાં આવી હતી. FAU-Gને પબજીને ટક્કર આપવા માટે જ લોન્ચ કરવામાં આવી રહી છે.
અગાઉ ઓક્ટોબર મહિનામાં આ ગેમનું ટ્રેલર રિલીઝ કરાયું હતું, જેમાં તે નવેમ્બરમાં રિલીઝ થશે તેવી વાત કહેવામાં આવી હતી. તે ટ્રેલરમાં ભારત-ચીન બોર્ડર પર ચાઇનીઝ સૈનિકોને ધૂળ ચટાડતા ભારતીય સૈનિકોને દર્શાવવામાં આવ્યા હતા. 4 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયામાં આ ગેમની જાહેરાત કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે, આ ગેમમાંથી થનારી કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના સૈનિકોના વેલફેર માટે કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા ભારત કે વીર ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવશે.On the auspicious occasion of Gurupurab, we are starting the pre-registrations of FAU-G: Fearless And United Guards. Pre-register and be the first to play the game. #FAUG #BeFearless Pre-registration link: https://t.co/4TXd1F7g7J@VishalGondal @akshaykumar #happygurupurab
— nCORE Games (@nCore_games) November 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement