આ એપ તમારા WhatsAppની કરે છે જાસૂસી, ફોનમાં હોય તો તરત જ કરો ડિલીટ
મોટા ભાગના કામો હવે વૉટ્સએપ (WhatsApp) એપથી થઇ રહ્યાં છે. પરંતુ ક્યારેક આમાંથી ડેટા ચોરાવવાનો પણ ભય રહે છે. જો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફ્લિક્સઓનલાઇન (FlixOnline) નામની એપ હોય તો તમારે આ એપને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઇએ. કેમકે આ એપ તમારા વૉટ્સએપની જાસૂસી કરે છે
નવી દિલ્હીઃ આજકાલ વૉટ્સએપનુ (WhatsApp) ચલણ ખુબ વધી ગયુ છે. દરેકના સ્માર્ટફોનમાં WhatsApp એપ ચાલુ હોય છે. મોટા ભાગના કામો હવે વૉટ્સએપ (WhatsApp) એપથી થઇ રહ્યાં છે. પરંતુ ક્યારેક આમાંથી ડેટા ચોરાવવાનો પણ ભય રહે છે. જો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફ્લિક્સઓનલાઇન (FlixOnline) નામની એપ હોય તો તમારે આ એપને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઇએ. કેમકે આ એપ તમારા વૉટ્સએપની જાસૂસી કરે છે. છેલ્લા કેટલાય સમયથી આ એપ વૉટ્સએપ પર ખુબ વાયરલ થઇ છે.
એપને લઇને ખોટો દાવો....
જોકે ફ્લિક્સઓનલાઇનને (FlixOnline) લઇને દાવો કંઇક બીજો જ કરવામાં આવી રહ્યો છે, જે પુરેપુરો ખોટો છે. કહેવામા આવી રહ્યું છે કે આ એપ નેટફ્લિક્સની ગ્લૉબલ કન્ટેન્ટ બતાવવાની છે. પરંતુ તમે આના શિકંજામાં ના આવો, કેમકે સત્ય એ છે કે આને ખાસ કરીને વૉટ્સએપની જાસૂસી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ફોન માટે ખતરનાક....
આ એપ વૉટ્સએપના બધા જ મેસેજ વાંચે છે, એટલુ જ નહીં આ મેસેજને હેકરને પણ મોકલી દે છે. આ એપ હેકર જે મેસેજ મોકલે છે તેની સાથે આ લિંક થયેલી હોય છે, જેના મારફતે હેકરની પાસે તમારા ફોનની તમામ ડિટેલ પહોંચે છે.
આ એપ વૉટ્સએપના તમામ નૉટિફિકેશન પર નજર રાખે છે, અને તમને ખબર પણ નથી પડતી. ફોનમાં ઇન્સ્ટૉલ થયા બાદ આ એપ નૉટિફિકેશન સહિત કેટલાય પ્રકારની પરમીશન લે છે. આ એપ અને આ અન્ય તમામ એપની ઉપર બતાવે છે. નૉટિફિકેશન પેનલમાં પણ આ સૌથી ઉપર જ રહે છે.
ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટી એપ....
જોકે આ એપને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે, પરંતુ થોડાક દિવસો પહેલા આ એપ ખુબ વાયરલ થઇ છે, અને સેંકડો લોકોએ આને ડાઉનલૉડ કરી લીધી છે. જો તમારા ફોનમાં આ એપ હોય તો તમારે આને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઇએ.