શોધખોળ કરો

WhatsApp: ફ્રૉડ ગૃપમાંથી બચવા માટે WhatsAppનું નવુ ટૂલ, જાણો આ ખાસ ફિચરની ખાસિયત

New WhatsApp Feature: વૉટ્સએપે તેના યૂઝર્સ માટે નવું કૉન્ટેક્સ્ટ કાર્ડ્સ ફિચર લૉન્ચ કરી દીધી છે, જે અજાણ્યા વૉટ્સએપ ગૃપ સાથે સંબંધિત માહિતી આપશે

New WhatsApp Feature: વૉટ્સએપે તેના યૂઝર્સ માટે નવું કૉન્ટેક્સ્ટ કાર્ડ્સ ફિચર લૉન્ચ કરી દીધી છે, જે અજાણ્યા વૉટ્સએપ ગૃપ સાથે સંબંધિત માહિતી આપશે. આ નવી ફેસિલિટીના હેતુ યૂઝર્સને છેતરપિંડી ગૃપોથી બચાવવાનો છે જેમાં તેઓ અચાનક એડ કરી દેવામાં આવે છે. મેટાના વૉટ્સએપ હેડ વિલ કેથકાર્ટે તેમની સત્તાવાર વૉટ્સએપ ચેનલ દ્વારા આ નવા ફિચરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કૉન્ટેક્સ્ટ કાર્ડ્સ ફિચર યૂઝર્સને તે ગૃપ સાથે સંબંધિત ડિટેલ્સ આપશે જેમના આમંત્રણ તેમને કોઈપણ માહિતી વિના મળ્યા છે. તેનાથી યૂઝર્સને એ સમજવામાં સરળતા રહેશે કે તેઓ તે ગૃપમાં જોડાવા માગે છે કે નહીં.

કઇ રીતે કરશે કામ ? 
જ્યારે પણ તમને કૉન્ટેક્સ્ટ કાર્ડ્સ ફિચર દ્વારા અજાણ્યા વૉટ્સએપ ગૃપ તરફથી આમંત્રણ મળે છે, ત્યારે આ ફિચર તમને તે ગૃપ વિશેની માહિતી બતાવશે. આમાં ગૃપનું નામ, એડમિનિસ્ટ્રેટર ડિટેલ્સ અને ગૃપના સભ્યોની સંખ્યા જેવી માહિતી સામેલ હશે. આ માહિતીની મદદથી તમે નક્કી કરી શકો છો કે ગૃપ કેટલું સુરક્ષિત છે અને તમારે તેમાં રહેવું જોઈએ કે તરત જ બહાર નીકળી જવું જોઈએ.

સેફ્ટી ટૂલ્સ 
આ ફિચરની સાથે વૉટ્સએપે સેફ્ટી ટૂલ્સ માટે એક બટન પણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ બટન દ્વારા યૂઝર્સ જાણી શકે છે કે ગૃપ કેટલું સુરક્ષિત છે. જો તમને સહેજ પણ શંકા હોય, તો તમે તરત જ ગૃપમાંથી બહાર નીકળી શકો છો. આ સિવાય તમે વૉટ્સએપ પર ગૃપની જાણ પણ કરી શકો છો, જેથી અન્ય યૂઝર્સ પણ છેતરપિંડીથી બચી શકે.

કેમ છે આ ફિચર જરૂરી ? 
ઘણી વખત યૂઝર્સને અજાણ્યા વૉટ્સએપ ગૃપમાંથી ઇન્વાઇટ મળે છે, જેમાં છેતરપિંડીની પ્રવૃત્તિ થવાની સંભાવના હોય છે. આવી સ્થિતિમાં યૂઝર્સને છેતરપિંડી ગૃપોથી બચાવવા અને તેમને સુરક્ષિત રાખવા માટે આ નવું ફિચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુવિધા યૂઝર્સને યોગ્ય નિર્ણય લેવામાં અને તેમના WhatsApp અનુભવને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

Embed widget