શોધખોળ કરો
Advertisement
પ્રતિબંધ બાદ Tik Tok એ જાહેર કર્યુ નિવેદન, કહી આ મોટી વાત
આ બધી એપમાં સૌથી વધારે લોકપ્રિય એપ Tik Tok છે. આ એપના ભારતમાં કરોડો યૂઝર્સ છે.
નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આવો જાણીએ પ્રતિબંધ લગાવવામાં આવેલ તમામ એપ વિશે. આ એપ્સના લાખો અથવા કરોડો યૂઝર્સ હતા. આ એપ લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર હતી.
આ બધી એપમાં સૌથી વધારે લોકપ્રિય એપ Tik Tok છે. આ એપના ભારતમાં કરોડો યૂઝર્સ છે. પ્રતિબંધ બાદ વીડિયો મેકિંગ એપ ટિક ટોક ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યુ છે.
ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટિક ટોક ઈન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ કહ્યું, "ભારત સરકારે 59 એપ્સને બેન કરવાનો ફેંસલો કર્યો છે. અમે આદેશને શિરોમાન્ય રાખીએ છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મુલાકાત પણ કરીને સ્પષ્ટતા કરીશું."
તેમણે આગળ કહ્યું કે, "ટિક ટોક ભારતના કાનૂનનું સન્માન કરે છે. ટિક ટોકે ભારતના લોકોના ડેટા ચીનની સરકાર સહિત કોઈપણ વિદેશી સરકારને મોકલ્યા નથી. જો અમને આમ કરવાનું કહેવામાં આવ્યું હોત તો પણ અમે ન કરત."
સરકારના પ્રતિબંધ બાદ ગૂગલે ટિક ટોક સહિત તમામ એપને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. પ્રતિબંધ મૂકવામાં આવેલી એપ્સ એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement