શોધખોળ કરો
Advertisement
1.5 લાખ કરોડ રૂપિયાની AGR ચૂકવણી મામલે ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, જાણો શું કહ્યું...
વિતેલા વર્ષે 24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ એટલે કે AGRની સરાકરની વ્યાખ્યાને યોગ્ય ગણાવી હતી.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓના 1.5 લાખ કરોડ રૂપિયાના એજીઆરના પેમેન્ટ માટે સુપ્રીમ કોર્ટે 10 વર્ષની સમય મર્યાદા નક્કી કરી છે. કંપનીઓએ દર વર્ષે 31 માર્ચ પહેલા હપ્તો જમા કરાવવો પડશે. એક જ વારમાં પેમેન્ટથી પડનારા ભારે બોજની દલીલ આપી રહી કંપનીઓનું સરકારે પણ સમર્થન કર્યું હતું.
શું છે કેસ
વિતેલા વર્ષે 24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ એટલે કે AGRની સરાકરની વ્યાખ્યાને યોગ્ય ગણાવી હતી. કંપનીઓએ AGR અંતર્ગત માત્ર લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જને જ ગણાવી રહી હતી. પરંતુ સરાકર તેમાં ભાડું, ડિવિડન્ડ, સંપત્તિના વેચાણથી નફો જેવી વસ્તુઓે પણ હોવાનું કહી રહી હતી.
કોર્ટ તરફથી સરાકરની વાતને યોગ્ય ગણાવતા ટેલીકોમ કંપનીઓ પર 1.5 લાખ કરોડ રૂપિયાની દેવાદારી આવી ગઈ હતી. એરટેલ, વોડાફોન-આઇડિયા, આરકોમ સહિત તમામ કંપનીઓએ ફેરવિચારણા અરજી દાખલ કરી હતી. તેને પણ કોર્ટે ફગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion