શોધખોળ કરો
Advertisement
Airtel મફતમાં આપી રહ્યું છે 126GB સુધીનો ડેટા, કરવુ પડશે બસ આ કામ
પહેલા આ ડિવાઇસની ખરીદી પર યૂઝર્સને 399 રૂપિયામાં 50જીબી ડેટા મળતો હતો. પણ હવે યૂઝર્સને આ બે નવા પ્લાનનો ફાયદો ત્યારે મળશે જ્યારે તે 4જી હૉટસ્પૉટ ડિવાઇસને 15,00 રૂપિયામાં ખરીદે છે
નવી દિલ્હીઃ એરટેલ બીજી ટેલિકૉમ કંપનીને ટક્કર આપવા માટે સતત નવી નવી સ્કિમો લાવી રહી છે. આમાં સૌથી મોટી સ્કીમ છે યૂઝર્સને મફતમાં ડેટા અને કૉલ સર્વિસ આપવાની. કંપનીએ હવે 4G હૉટસ્પૉટના ડિવાઇસને હવે બદલી નાંખ્યુ છે. યૂઝર્સ જો આ નવા ડિવાઇસને ખરીદશે તો તો તેમને આ ફ્રી ઓફર મળશે.
પહેલા આ ડિવાઇસની ખરીદી પર યૂઝર્સને 399 રૂપિયામાં 50જીબી ડેટા મળતો હતો. પણ હવે યૂઝર્સને આ બે નવા પ્લાનનો ફાયદો ત્યારે મળશે જ્યારે તે 4જી હૉટસ્પૉટ ડિવાઇસને 15,00 રૂપિયામાં ખરીદે છે.
શું છે ઓપ્શન
ડિવાઇસની સાથે યૂઝર્સને 499 રૂપિયાનો ઇન્ફિનિટી પૉસ્ટપેડ પ્લાન સિલેક્ટ કરવો પડશે. અહીં યૂઝ્સને 75જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા બેનિફિટ્સનો ઉઠાવવા માટે ગ્રાહકોએ પોતાના હૉટસ્પૉટ નંબર 499 રૂપિયાના ઇન્ફિનિટી પૉસ્ટપેડ પ્લાનની સાથે રિચાર્જ કરવો પડશે.
આ જ રીતે એરટેલ 4G હૉટસ્પૉટ ડિવાઇસના યૂઝર્સ માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને પ્રિપેડ પ્લાન રિચાર્જ કરવો પડશે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 84 દિવસ હશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન જો ડેટા પુરો થઇ જાય છે તો યૂઝર્સની સ્પીડ 80kbps થઇ જશે.
શું ખાસ છે 4જી હૉટસ્પૉટમાં...
આમાં એક સાથે 10 ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. વળી, 4જી ચેનલ પર પણ તમે 3જી ચલાવી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion