શોધખોળ કરો
Advertisement
WhatsApp: એક ફોનમાં બે વૉટ્સએપનો ઉપયોગ, મેસેજનો ઓટો રિપ્લાય કેવી રીતે કરવો, જાણો ખાસ ટ્રિક્સ વિશે.....
ચેટિંગથી લઇને કૉલિંગ સુધીના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપમાં અવેલેબલ છે. પરંતુ અહીં અમે તમને વૉટ્સએપના કેટલાક ફાયદાકારક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં આજે ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ બહુ ઝડપથી વધ્યો છે. દરેક સ્માર્ટફોન યૂઝર્સ વૉટ્સએપનો યૂઝ કરી રહ્યો છે. ચેટિંગથી લઇને કૉલિંગ સુધીના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપમાં અવેલેબલ છે. પરંતુ અહીં અમે તમને વૉટ્સએપના કેટલાક ફાયદાકારક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
નંબર સેવ કર્યા વિના મેસેજ મોકલવો હોય તો શું કરવુ....
ઘણીવાર વૉટ્સએપ પર કોઇ મેસેજ મોકલવો હોય છે, પરંતુ આપણે તેનો નંબર સેવ કરવા નથી માંગતા. આમ કરવા માટે, તમારે મોબાઇલના બ્રાઉઝર પર જવુ પડશે. ગૂગલ ક્રૉમ પર અને યૂઆરએલ પર શ્લેસ બાદ તમારે કન્ટ્રી કૉડ નાંખવાનો છે. અને જે પણ યૂઝર્સને તમે મેસેજ કરવા માગો છો તેનો નંબર ટાઇપ કરો. આ પછી તેને ઓપન કરવાનો છે. ઓપન કરતા જ એન્ટર પેજ આવશે, અહીં મેસેજનુ ઓપ્શન દેખાશે. મેસેજ પર ક્લિક કરતાં જ તમે ડાયરેક્ટલી તમે વૉટ્સએપ પર પહોંચી જશો. અહીંથી આસાનીથી તમે જે યૂઝર્સને મેસેજ મોકલવા માગો છો તેને મોકલી શકો છો, તે પણ નંબર સેવ કર્યા વિના.
કોઇને મેસેજનો રિપ્લાય ના કરી શકતા હોય તો શું કરવુ...
જો તમે કોઇને મેસેજ રિપ્લાય ના કરી શકતા હોય કે પછી તમારી પાસે બિઝનેસ એકાઉન્ટ છે અને તેના પર તમે મેસેજ નથી કરી શકતા. તમે ઇચ્છતા હોય કે ઓટોમેટિકલી તેના પર મેસેજ જતો રહે જેવો કે I am busy, I call you later….. આ માટે એક આસાન ટ્રિક છે. આ માટે તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલ કરવી પડશે, જેનુ નામ છે whats auto reply app. અહીંથી નૉટિફિકેશનની પરમીશન લેવી પડશે. પછી નૉટિફિકેશનના જેટલા પણ મેસેજ વૉટ્સએપ આવશે તેને એપ્લીકેશન રીડ કરી લેશે, અને ઓટોમેટિકલી રિપ્લાય કરી દેશે. તમે ઇચ્છો તો તમારી મરજી પ્રમાણે કસ્ટમાઇઝ મેસેજ સેન્ડ કરી શકો છો, આ પણ આસાન છે.
કોઇને જાણ કર્યા વિના તેનો મેસેજ વાંચવા માંગો છો તો શું કરવુ....
તમે કોઇના મેસેજને તેને જાણ કર્યા વિના વાંચી શકો છો, બ્લૂ ટીક ના દેખાય એ રીતે વાંચવા માટે તમે તમારા ફોનમાં એરપ્લેન મૉડ ઓન કરી શકો છો. આ પછી તમે કોઇનો પણ મેસેજ આસાનીથી વાંચી શકો છો. મેસેજ વાંચ્યા બાદ વૉટ્સએપને મલ્ટીટાસ્કિંગ મારફતે ક્લૉઝ કરવુ પડશે. બાદમાં એરોપ્લેન મૉડને ઓફ કરવુ પડશે. આ રીતે સામે વાળાને જરા પણ ખબર નહીં પડે કે તમારો મેસેજ તેને વાંચી લીધો છે.
ફોનમાં બે વૉટ્સએપ કઇ રીતે વાપરવા
કેટલાય લોકો ફોનમાં બે વૉટ્સએપ વાપરવા માંગતા હોય છે, એન્ડ્રોઇડ કે આઇઓએસ. આ માટે તમે વૉટ્સએપની સાથે વૉટ્સએપ બિઝનેસનો યૂઝ કરી શકો છો. આના પર તમે તમારુ સેકન્ડ વૉટ્સએપ એકાઉન્ટ બની શકો છો. આમ કરવાથી તમે તમારા ફોનમાં બે વૉટ્સએપનો યૂઝ કરી શકો છો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement