શોધખોળ કરો
Advertisement
Apple ફરી એકવાર આ મામલે બની નંબર-વન કંપની, સેમસંગ અને હ્યૂવાવેની છોડી પાછળ
કંપનીએ ગયા વર્ષે પહેલીવાર 5G ફોન લૉન્ચ કર્યા હતા, જે યૂઝર્સને ખુબ પસંદ આવી ગયા. વર્ષ 2020ના છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આઠ કરોડથી વધુ ફોન વેચી દીધા, જે પછી કંપની દુનિયામાં સૌથી વધુ ફોન વેચનારી કંપની બની ગઇ
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની એપલે ગ્લૉબલ માર્કેટમાં ફરી એકવાર પોતાની બાદશાહત સ્થાપિત કરી દીધી છે. 2016 બાદ પહેલીવાર એપલ ગ્લૉબલ માર્કેટમાં ટૉપ સેમસંગ અને હ્યૂવાવેની પાછળ પાડીને નંબર વન કંપની બની ગઇ છે. કંપનીએ આ મુકામ પોતાની લેટસ્ટ iPhone 12 સીરીઝના કારણે હાંસલ કર્યો છે.
કંપનીએ ગયા વર્ષે પહેલીવાર 5G ફોન લૉન્ચ કર્યા હતા, જે યૂઝર્સને ખુબ પસંદ આવી ગયા. વર્ષ 2020ના છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આઠ કરોડથી વધુ ફોન વેચી દીધા, જે પછી કંપની દુનિયામાં સૌથી વધુ ફોન વેચનારી કંપની બની ગઇ.
iPhone 12 સીરીઝથી વેચાણમાં આવ્યો ઉછાળો...
એક રિપોર્ટ પ્રમાણે iPhone 12 સીરીઝના માર્કેટમાં આવ્યા પછી પહેલા Samsung દુનિયાભરમાં બેસ્ટ સ્માર્ટફોન સેલિંગ કંપની હતી, આ ઉપરાંત Huaweiના સ્માર્ટફોનનુ વેચાણમાં થોડોક સમય માટે ઘટાડો જોવા મળ્યો. આના કારણ છે કે કોરોના કાળમાં અમેરિકન સરકારે Huawei પર પ્રતિબંધ લગાવી દીધો હતો, અને આ પ્રતિબંધના કારણે કંપનીના સેલમાં 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આનની સાથે હ્યૂવાવે સૌથી વધુ ફોન વેચવાના મામલે ખસકીને પાંચમા નંબર પર આવી ગઇ હતી.
Samsungના સેલિમાં આવ્યો ઘટાડો....
આ બાજુ Appleની નવી iPhone સીરીઝના કારણે સેલ વધ્યો છે. વર્ષ 2020 ના છેલ્લા ત્રણ મહિનામાં વેચાણમાં માત્ર પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો. વળી આ દરમિયાન Samsungના સેલમાં 12 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો, સેમસંગનુ વર્ષ 2020મા 15 ટકા વેચાણ ઘટી ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement