શોધખોળ કરો
Advertisement
વર્ષની ત્રીજી ઇવેન્ટ આયોજિત કરવા જઇ રહી છે એપલ, આ ખાસ પ્રૉડક્ટ્સ કરશે લૉન્ચ
ખાસ વાત છે કે વર્ષ 2005થી એપલ પોતાના મેકમાં ઇન્ટેલની ચીપનો યૂઝ કરતી આવી રહી છે. નવા મેકબુકમં એપલની A14 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જે પહેલાથી આઇફોન 12 સીરીઝમાં છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પોતાની ત્રીજી ઇવેન્ટ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની તરફથી આ મહિના નવેમ્બરમાં એક નવા ડિવાઇસની લૉન્ચિંગની જાહેરાત કરી છે. એપલની અપકમિંગ લૉન્ચિંગ ઇવેન્ટ One More Things 10 નવેમ્બરે સવારે 10 વાગે (ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.30 વાગે) થશે. કોરોના મહામારીના કારણે બાકીની ઇવેન્ટની જેમ આ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલી આયોજિત કરવામાં આવશે, આ પણ Apple Park માં થશે.
અહીં જોઇ શકો છો ઇવેન્ટ
જો તમે Appleની આ લૉન્ચિંગ ઇવેન્ટને જોવા માંગતા હોય તો એપલની સાઇટ, Apple TV App અને કંપનીની ઓફિશિયલ Youtube ચેનલ પર જોઇ શકો છો. કંપનીએ નવી પ્રૉડક્ટના લૉન્ચને લઇને મીડિયા ઇનવાઇટ્સ આપી દીધા છે.
આ પ્રૉડક્ટ્સ થશે લૉન્ચ
Appleની આ સ્પેશ્યલ ઇવેન્ટમાં કંપની ARM બેઝ્ડ MacBook Air અને MacBook Pro લૉન્ચ કરી શકે છે. આની જાહેરાત કંપનીએ પહેલાથી જ કરી દીધી છે. આ મેકમાં કંપનીએ ઇન્ટેલની જગ્યાએ એપલે પોતાની ચીપ આપી છે.
ખાસ વાત છે કે વર્ષ 2005થી એપલ પોતાના મેકમાં ઇન્ટેલની ચીપનો યૂઝ કરતી આવી રહી છે. નવા મેકબુકમં એપલની A14 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જે પહેલાથી આઇફોન 12 સીરીઝમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement