શોધખોળ કરો
Advertisement
Apple ઇવેન્ટમાં આજે લૉન્ચ થશે iPhone 12 સીરીઝ, જાણો ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ
આ સ્પેશ્યલ ઇવેન્ટમાં એપલ કંપની પોતાના સૌથી નાના આઇફોન, iPhone 12 mini પરથી પણ પડદો ઉઠાવશે. આ ઇવેન્ટનુ નામ એપલે Hi, Speed રાખ્યુ છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આજે પોતાની નવી આઇફોન-12ને લૉન્ચ કરવા જઇ રહી છે. આઇફોન લવર્સ માટે આનંદના સમાચાર છે. કંપની આજે એક મોટી સ્પેશ્યલ ઇવેન્ટ કરીને નવા આઇફોનને લૉન્ચ કરશે.
આ સ્પેશ્યલ ઇવેન્ટમાં એપલ કંપની પોતાના સૌથી નાના આઇફોન, iPhone 12 mini પરથી પણ પડદો ઉઠાવશે. આ ઇવેન્ટનુ નામ એપલે Hi, Speed રાખ્યુ છે. Hi Speed થી 5જી આઇફોનની આશા કરવામાં આવી રહી છે. એપલની હાઇ સ્પીડ ઇવેન્ટનુ આયોજન આજે રાત્રે 10.30 વાગે થશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. આ ઇવેન્ટને તમે આજે રાત્રે 10.30 વાગ્યાથી એપલ ઇવેન્ટની સાઇટ અને યુટ્યૂબ ચેનલ પરથી જોઇ શકશો.
ચાર મૉડલ થશે લૉન્ચ
એપલ ઇવેન્ટમાં આઇફોન-12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ સામેલ છે. આ તમામ ડિવાઇસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવશે.
આ હોઇ શકે છે કિંમત
લીક્સ રિપોર્ટ પ્રમાણે આઇફોન 12 મીનીની સ્ક્રીન સાઇઝ 5.1 ઇંચ હશે, અને તેની કિંમત લગભગ 699 ડૉલર એટલે કે 51,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત 6.1 ઇંચ ડિસ્પ્લે વાળો આઇફોન 12 યુએસમાં 799 ડૉલર એટલે કે લગભગ 58,300 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જો સ્ટૉરેજની વાત કરીએ તો આમાં 64GB થી 256GB સુધી સ્ટૉરેજ મળી શકે છે.
આની આ હોઇ શકે છે કિંમત
વળી આઇફોન-12 પ્રૉની ડિસ્પ્લે 6.1 ઇંચની હશે, અને ફોનની શરૂઆતી કિંમત 999 ડૉલર એટલે લગભગ 73,000 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત આઇફોન-12 પ્રૉ મેક્સની ડિસ્પ્લે 6.7 ઇંચની હશે, અને આની શરૂઆતી કિંમત 1099 ડૉલર એટલે લગભગ 80,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં કંપની MagSafe વાયરલેસ ચાર્જર પણ માર્કેટમાં ઉતારી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion