શોધખોળ કરો
નવા iPhonesની ભારતમાં શું હશે શરૂઆતી કિંમત, ને ક્યારથી ખરીદી શકાશે, જાણો વિગતે
આ વખતે પહેલીવાર કંપનીએ આઇફોનના કેમેરા ફિચર્સ પર વધુ ફૉકસ કર્યુ છે, આમાં અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ કેમેરા આપવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે ગઇરાત્રે, 10 સપ્ટેમ્બરે પોતાનો નવા આઇફોન મૉડલ્સ લૉન્ચ કર્યા. જેમાં ત્રણ નવા આઇફોન સામેલ છે, આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સ. એપલની વાર્ષિક ઇવેન્ટનું આયોજન કેલિફોર્નિયાના કૂપર્ટિનો સ્થિત પોતાના સ્ટિવ જૉબ્સ થિએટરમાં કરવામાં આવ્યુ હતુ. આ વખતે પહેલીવાર કંપનીએ આઇફોનના કેમેરા ફિચર્સ પર વધુ ફૉકસ કર્યુ છે, આમાં અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ કેમેરા આપવામાં આવ્યા છે.
ભારતમાં તમે આ નવા આઇફોનના ત્રણેય મૉડલની ખરીદી માંગતા હોય તો અહીં તેની કિંમત આપવામાં આવી છે. જાણી લો શું હોઇ શકે છે ભારતીય કરન્સી પ્રમાણે નવા આઇફોનની કિંમત...
નવા આઇફોનની ભારતમાં સંભવિત શરૂઆતી કિંમત...... આઇફોન 11 - 64,990 રૂપિયા આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા
આ ત્રણેય આઇફોનનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરે શરૂ થથે, આ માટે 13 સપ્ટેમ્બરથી તમે પ્રી બુકિંગ પણ કરાવી શકો છો.
ભારતમાં તમે આ નવા આઇફોનના ત્રણેય મૉડલની ખરીદી માંગતા હોય તો અહીં તેની કિંમત આપવામાં આવી છે. જાણી લો શું હોઇ શકે છે ભારતીય કરન્સી પ્રમાણે નવા આઇફોનની કિંમત...
નવા આઇફોનની ભારતમાં સંભવિત શરૂઆતી કિંમત...... આઇફોન 11 - 64,990 રૂપિયા આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા
આ ત્રણેય આઇફોનનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરે શરૂ થથે, આ માટે 13 સપ્ટેમ્બરથી તમે પ્રી બુકિંગ પણ કરાવી શકો છો. વધુ વાંચો