શોધખોળ કરો
Advertisement
એપલને લઇને મોટો ખુલાસો, હવે આ અવનવા રૂપરંગમાં આવી શકે છે iPhone, જાણો વિગતે
હવે આવનારા સમયમાં એપલ મેટ બ્લેક ફિનિશમાં પોતાનો નવો આઇફોન લાવશે, આ સાથે કંપની આઇપેડ, એપલ વૉચ અને મેકબૂક સહિતની પ્રૉડક્ટોને પણ મેટ બ્લેક ફિનિશમાં લૉન્ચ કરી શકે છે
નવી દિલ્હીઃ દુનિયાની નંબર વન ટેક દિગ્ગજ એપલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેક જાયન્ટને લઇને મોટો ખુલાસો થયો છે, તે પ્રમાણે હવે આવનારા સમયમાં એપલ મેટ બ્લેક ફિનિશમાં પોતાનો નવો આઇફોન લાવશે, આ સાથે કંપની આઇપેડ, એપલ વૉચ અને મેકબૂક સહિતની પ્રૉડક્ટોને પણ મેટ બ્લેક ફિનિશમાં લૉન્ચ કરી શકે છે.
ખરેખરમાં, કંપનીએ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલયમાં એપલ તરફથી એક પેટન્ટ દાખલ કરવામાં આવી છે,જેનુ ટાઇટલ એનોડાઇડઝ્ડ પાર્ટ વિધ ધ મેટ બ્લેક એપિયરન્સ છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એપલની વર્કશૉપમાં હવે પછી પ્રૉડક્ટ મેટ બ્લેક ફિનિશમાં પ્રૉડ્યૂસ કરવા માટે એલ્યૂમિનિયમ, ટાઇટેનિયમ અને સ્ટીલ યુક્ત ધાતુઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
હાલમાં, કેટલાક એક્સપર્ટનુ માનવુ છે કે આખેઆખુ મેટ બ્લેક ફિનિશને મેળવવુ ખુબ મુશ્કેલ છે. માર્કેટમાં આવનારા મોટા ભાગના કૉમર્શિયલ બ્લેક પ્રૉડક્ટ વાસ્તવમાં ગાટા ભૂરા કે વાદળી રંગના હોય છે. વળી એપલ તરફથી દાખલ કરવામાં કરવામાં આવેલી પેટન્ટ બતાવે છે કે માત્ર એનોડાઇઝ્ડ પરતના છેદોની અંદર ડાઇના કણોને જમા કરીને કોઇપણ પ્રકારના કાળા રંગને પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement