શોધખોળ કરો
Advertisement
એપલ લાવી રહી છે આ સસ્તો 5G iPhone, ફોન, કિંમત અને ફિચર્સ વિશે શું લીક થઇ ડિટેલ......
માનવામાં આવી રહ્યું છે કે આ એપલનો સૌથી સસ્તો 5G આઇફોન હશે. આની કિંમત 36000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ કિંમત હાલના મૉડલથી 7000 રૂપિયા વધુ છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ કંપની હવે ટુંકસમયમાં 5G આઇફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, કંપની માર્ચ મહિનામાં iPhone SE Plus ને લૉન્ચ કરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે આ એપલનો સૌથી સસ્તો 5G આઇફોન હશે. આની કિંમત 36000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ કિંમત હાલના મૉડલથી 7000 રૂપિયા વધુ છે. આવો જાણીએ ફોનમાં શું ફિચર્સ આપવામાં આવી શકે છે. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ iPhone SE (2020) લૉન્ચ કર્યો હતો.
આવી હશે સ્પેશિફિકેશન્સ....
તાજા રિપોર્ટનુ માનીએ તો Apple iPhone SE Plusમાં 6.1 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે નૉચની સાથે આવી શકે છે. આ ફોનમાં હૉમ બટન નહીં આપવામાં આવે. આ ફોન Apple A14 Bionic ચિપસેટ વાળો હશે, ફોનની ચિપ ડ્યૂલ મૉડ 5G ફંક્શનને સપોર્ટ કરી શકે છે.
આવો હશે કેમેરો...
કેમેરાની વાત કરીએ તો Apple iPhone SE Plusમાં સિંગલ ફ્રન્ટ અને રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનમાં રિયર કેમેરા 12 મેગાપિક્સલનો હોઇ શકે છે. રિયર કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને 6 પૉર્ટ્રેટ લાઇટની ઇફેક્ટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત સેલ્ફી માટે 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઇ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન પાણી અને ધૂળમાં આસાનીથી ખરાબ નહીં થાય. એપલના આ ફોનને સાઇડમાં પાવર બટન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
Advertisement