શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Appleએ લોન્ચ કર્યો iPhone 12 Pro Max, જાણો ભારતમાં કેટલી છે કિંમત અને કેવા છે ફીચર્સ
Appleનો iPhone 12 Pro Max મોડલ 6.7 ઇંચ રેટિના ડિસ્પ્લેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Apple iPhone લવર્સની આતુરતાનો અંત આવી ગયો ચે. એપલે પોતાના હાઈ સ્પીડ ઇવેન્ટ દરમિયાન 5જી iPhone 12 સીરીઝ લોન્ચ કરી છે. એપલે પોતાની આ ઈવેન્ટમાં iPhone 12 સીરીઝના ચાર ફોન લોન્ચ કર્યા છે. તેમાં iPhone 12 Mini, iPhone 12, iPhone 12 Pro અને iPhone 12 Pro Max સામેલ છે. આ તમમ ડિવાઈસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.
iPhone 12 Pro અને iPhone 12 Pro Max 128GB, 256GB, અને 512GB મોડલમાં ગ્રેફાઈટ, સિલ્વર, ગોલ્ડ અને પેસિબલ બ્લૂમાં ઉપલબ્ધ હશે. ભારતમાં ગ્રાહકો iPhone 12 પ્રો મેક્સને 1,29,900 રૂપિયામાં Apple.com, એપલ સ્ટોર એપ અને એપલ સ્ટોર સ્થળ પરથી મેળવી શકે છે. 12 Pro અને iPhone 12 Pro Max પણ Apple અધિકૃત રિસેલર્સ અને પસંદગીના કેરિયરના માધ્યમથી ઉપલબ્ધ હશે.
iPhone 12 Pro Max
Appleનો iPhone 12 Pro Max મોડલ 6.7 ઇંચ રેટિના ડિસ્પ્લેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં 1284 x 2778 pixels અને 19.5:9 ratio માં ડિસ્પ્લે આવી રહી છે. આ 6 GB રેમ સાથે ત્રણ મેમોરી સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. જેમાં 128 GB ઇન્ટરનલ મેમોરની સાથે 6GB RAM, 256GB ઇન્ટરનલ મેમરી સાથે 6GB RAM, 512GB ઇન્ટરનલ મેમરી સાથે 6GB RAM ના વેરિયન્ટ સામેલ છે.
iPhone 12 Pro Max 12MP અલ્ટ્રાવાઈડ + 12 વાઇડ એંગલ લેન્સ + 12 ટેલીફોટો લેન્સની સાથે સજ્જ છે. iPhone 12 Pro Max માં ડીપ ફ્યૂઝન કેમેરા ફીચર પણ છે. સેલ્ફી લવર માટે તેમાં 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ કેમેરા આપવામાં આવ્યો છે. અન્ય ફીચર્સમાં તેમાં ફેસ આઇડી, એક્સેલેરોમીટર, ઝાઈરો, પ્રોક્સિમિટી, કમ્પાસ, બેરોમીટર, સિરી નેચુરલ લેંગ્વેજ કમાન્ડ અને ડિક્ટેશન પણ આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion