શોધખોળ કરો
Advertisement
Asus Zenfone 7 Launch: OnePlus ને ટક્કર આપવા માટે Asus લાવી રહ્યું છે નવો પાવરફુલ સ્માર્ટફોન, મળી શકે છે આ ફિચર્સ
સ્માર્ટફોન કંપની Asus હવે ભારતમાં પોતાનો સ્માર્ટફોન ZenFone 7 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની Asus હવે ભારતમાં પોતાનો સ્માર્ટફોન ZenFone 7 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોન 26 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. કંપનીએ આ નવા ZenFone 7ને સૌથી પહેલા તાઈવાનમાં ઉતારવામાં આવશે. આવો જાણીએ આ નવા ફોનમાં શું ખાસ અને નવું જોવા મળશે.
રિપોર્ટ્સ અનુસાર Asus નવા Zenfone 7 ની સાથે બીજા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. Asus ZenFone 7ને ભારતમાં ક્યાં સુધીમાં લોન્ચ કરવામાં તેને લઈને કોઈ જાણકારી નથી મળી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ ફોનને કોઈ બીજા નામ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે Zenfone 7 માં ક્વાલકૉમ સ્નૈપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે. ક્વાલકૉમ પહેલા જ પુષ્ટી કરી દિધી છે કે Asus ZenFone 7 ને Qualcomm Snapdragon 865 SoC પર કામ કરશે. આ સિવાય Asus ZenFone 7 Pro મોડલને ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865+ CC દ્વારા ઓપરેટ કરવામાં આવશે.
Asus આ ફોનમાં 6.7- ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તેમાં 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ આપવાની આશા છે. સ્માર્ટફોનમાં 4,115mAh ની બેટરી મળી શકે છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ6, બ્લૂટૂથ વી 5 અને એનએફસી આપવાની આશા છે.
OnePlus 8 સાથે થશે મુકાબલો
OnePlus 8 માં 6.55 ઈંચ ફુલ HD+ ફ્લૂડ એમોલે઼ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લે પર 3D Corning ગોરિલ્લા ગ્લાસની સેફ્ટી મળે છે. OnePlus 8 ની ડિઝાઈન ખૂબ જ પ્રીમિયમ છે અને તેમાં ખૂબ જ સારી ક્વોલિટીનો ઉપયોગ કર્યો છે. આ Slim અને Sleek હોવાની સાથે Curved ડિઝાઈન સાથે આવે છે.
OnePlus 8 માં બે મોડલ મળે છે, જેમાં એક 8 GB RAM અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ અને બીજો 12 GB RAM અને 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે છે. 8 GB RAM +128 GB ઈન્ટરનલ સ્ટોરેજની કિંમત 44,999 રૂપિયા છે અને 12 GB RAM + 256 GB ઈન્ટરનલ સ્ટોરેજની કિંમત 49,999 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement