શોધખોળ કરો
Advertisement
ઓબામા-બિલ ગેટ્સ સહિતની હસ્તીઓના ટ્વીટર હેક, હેકરોએ તેમના એકાઉન્ટ પરથી શું કરી ખરાબ પૉસ્ટ, જાણો વિગતે
ખાસ વાત તો એ છે કે ટ્વીટર પર હેક કરવામાં આવેલી પૉસ્ટ સામે આવ્યા બાદ ગણતરીની મિનીટોમાં જ આ ટ્વીટ ડિલીટ થઇ ગયુ હતુ
નવી દિલ્હીઃ ટ્વીટરની સુરક્ષામાં ગાબડુ પડ્યુનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ટ્વીટર મોટુ ગાબડુ પડતા નામી અને જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક થયાની ફરિયાદ કરી છે.
હેકર્સનો શિકાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોનના સીઇઓ જેક બેઝોસ, વૉરેન બફેટ, બિલ ગેટ્સ, એલન મસ્ક, જો બાઇડેન સહિતના કેટલાય લોકો થયા છે. ટ્વીટરના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટુ સુરક્ષામાં ગાબડુ માની શકાય છે.
હેક કરવામાં આવેલા વેરિફાઇડ એકાઉન્ટ પરથી પૉસ્ટ કરી બિટકૉઇનના નામ પર દાન માંગવામાં આવ્યુ હતુ. દુનિયાની દિગ્ગજ કંપનીઓમાં સામેલ ઉબેર અને એપલના ટ્વીટર એકાઉન્ટને પણ હેકરોએ હેક કરી લીધા છે. બિલ ગેટ્સના એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ દરેક લોકો મને સમાજને પાછુ આપવાનુ કહી રહ્યા છે, હવે તે સમય આવી ગયો છે, તમે મને એક હજાર ડૉલર મોકલો હુ તમને બે હજાર ડૉલર પાછા મોકલીશ. કેટલાય અન્યો લોકોએ પણ આ પ્રકારની ફરિયાદો કરી છે.
બિટકૉઇન સ્કેમ હેકિંગની ઘટના સામે આવ્યા બાદ સેંકડો લોકો હેકરોની જાળમાં ફસાઇ ગયા હતા. લોકોએ લાખો ડૉલરની રકમ પણ મોકલી દીધી હતી. જોકે, બાદમાં આ ઘટનાને લઇને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખાસ વાત તો એ છે કે ટ્વીટર પર હેક કરવામાં આવેલી પૉસ્ટ સામે આવ્યા બાદ ગણતરીની મિનીટોમાં જ આ ટ્વીટ ડિલીટ થઇ ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement