5G Smartphones: માત્ર 15,000 રુપિયાના બજેટમાં 5G ફોન લેવો હોય તો આ છે બેસ્ટ ઓપ્શન
દેશમાં રિલાયન્સ જિયો અને ઈન્ડિયન એરટેલના 5G નેટવર્કને લોન્ચ કર્યા બાદ લોકો 5G મોબાઈલ ફોન ખરીદવા ઈચ્છે છે.
Best 5G Phone under 15000: દેશમાં રિલાયન્સ જિયો અને ઈન્ડિયન એરટેલના 5G નેટવર્કને લોન્ચ કર્યા બાદ લોકો 5G મોબાઈલ ફોન ખરીદવા ઈચ્છે છે. લોકોને 5G મોબાઇલ ફોનમાં સારી ઇન્ટરનેટ સ્પીડ અને શાનદાર કૉલિંગનો અનુભવ મળે છે. જો કે આ માટે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવું જરૂરી છે. જો તમે પણ 4G થી 5G ફોન પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો અને બજેટ રેન્જમાં તમારા માટે સારો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો જણાવીશું. તમને ઓછી કિંમતે આ સ્માર્ટફોન્સમાં મજબૂત બેટરી, સારો કેમેરો, શાનદાર પ્રોસેસર અને આકર્ષક પરફોર્મન્સ મળશે.
આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન છે
SAMSUNG Galaxy F14 5G
તમે Samsung Galaxy F14 5G સ્માર્ટફોનના 4GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટને ફ્લિપકાર્ટ પરથી રૂ.14,490માં ખરીદી શકો છો. HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર આ મોબાઈલ ફોન પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં તમને 6.6 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે 6000 એમએએચ બેટરી 50 મેગાપિક્સલનો કેમેરા અને ઓક્ટાકોર પ્રોસેસર મળે છે.
iQOO Z6 Lite 5G
એ જ રીતે તમે એમેઝોન પરથી iQOO Z6 Lite 5G સ્માર્ટફોનના 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટને રૂ. 13,999માં ખરીદી શકો છો. મોબાઇલ ફોનમાં, તમને 5000 mAh બેટરી, 50 મેગાપિક્સલ કેમેરા, 6.58 ઇંચની સ્ક્રીન અને સ્નેપડ્રેગન 4 થી જનરેશન 1 ચિપસેટનો સપોર્ટ મળે છે. તમે મિસ્ટિક નાઈટ અને સ્ટીલર ગ્રીન કલરમાં મોબાઈલ ફોન ખરીદી શકો છો.
REDMI 11 Prime 5G
REDMI 11 Prime 5G પણ એક શાનદાર ફોન છે. તેના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,099 રૂપિયા છે. તમે બ્લેક, ગ્રે અને સિલ્વર કલરમાં મોબાઈલ ફોન ખરીદી શકશો. સ્માર્ટફોનમાં 6.5-ઇંચની ડિસ્પ્લે, 5000 mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 700 ચિપસેટ, 50-મેગાપિક્સલનો કેમેરા અને 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
POCO M4 Pro 5G
તમે એમેઝોન પરથી 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે POCO M4 Pro 5G વેરિઅન્ટ 14,400માં ખરીદી શકો છો. મોબાઇલ ફોનમાં, તમને 6.6-ઇંચ ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો કેમેરા, 5000 mAh બેટરી અને Mediatek Dimensity 810 પ્રોસેસરનો સપોર્ટ મળે છે.
realme 9i 5g
તેવી જ રીતે જો તમે રિયલમી ફોન ખરીદવા માંગો છો, તો તમારા માટે realme 9i 5G શ્રેષ્ઠ રહેશે. મોબાઈલ ફોનના 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આમાં, તમને 6.6-ઇંચ એચડી ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, મીડિયાટેક ડાયમેન્સિટી 800 પ્લસ 5G પ્રોસેસર અને 5000 MH બેટરી મળે છે.
હાલમાં ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર બિગ બચત ધમાલ સેલ પણ ચાલુ છે. આનો ફાયદો ઉઠાવીને તમે મોબાઈલ ફોન સસ્તામાં ખરીદી શકો છો.