શોધખોળ કરો
Advertisement
ગૂગલે અનોખુ ડૂડલ બનાવીને બતાવ્યુ કેવી રીતે બચી શકાય કોરોનાથી, જાણો વિગતે
બુધવારે ગગૂલે પોતાનુ એક ખાસ ડૂડલ બનાવ્યુ, આમાં ગૂગલે પોતાના ડૂડલ મારફતે કૉવિડ-19 પ્રિવેન્શન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનુ કામ હાથ ધર્યુ
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનું સક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. દર્દીઓની સંખ્યા દરેક દેશમાં ઝડપથી વધી રહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને સરકાર સતત લોકોને આ મામલે જાગૃત કરી રહ્યાં છે. આવામાં ગૂગલે પણ પોતાના ખાસ ડૂડલ મારફતે કોરોના વાયરસ સામે લડવા અને જાગૃતિ લાવવા અભિયાન શરૂ કરી દીધુ છે.
બુધવારે ગગૂલે પોતાનુ એક ખાસ ડૂડલ બનાવ્યુ, આમાં ગૂગલે પોતાના ડૂડલ મારફતે કૉવિડ-19 પ્રિવેન્શન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનુ કામ હાથ ધર્યુ. આમાં ડૂડલ પર લખ્યું છે- માસ્ક પહેરો અને જિંદગીઓ બચાવો. ફેસ માસ્ક લગાવો અને પોતાના હાથ ધુઓ. સોશ્યલ ડિસ્ટન્સિંગની પાલન કરો. આની સાથે નીચેની બાજુએ ડબલ્યૂએચઓની ગાઇડલાઇન આપવામાં આવી છે. આમાં ઉપરાંત તમામ લિંક પણ આપવામાં આવી છે, જે કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરી રહી છે.
ગાઇડલાઇન્સમાં લખ્યું છે.....
1. પોતાના હાતોને સાફ કરતા રહો, સાબુનો અને પાણીનો ઉપયોગ કરો, કે આલ્કોહૉલ કે હેન્ડરબનો ઉપયોગ કરો.
2. ખાંસી કે છીંકતા હોય એવા કોઇપણ વ્યક્તિથી સુરક્ષિત દુરી બનાવો.
3. સોશ્યલ ડિસ્ટન્સિંગ જ્યાં સંભવ ના હોય ત્યા ફરજિયાત પણ માસ્ક પહેરો.
4. પોતાની આંખો, મો તથા નાકને ના અડો.
5. ખાંસવા કે છીંકવા દરમિયાન પોતાનુ મો એક રૂમાલ કે ટિશ્યૂથી ઢાંકો.
6. જો તમે સ્વસ્થ અનુભવતા હોય તો ઘરે રહો, જો તમને તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો સારવાર કરાવવામાં ધ્યાન આપો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion