શોધખોળ કરો
Advertisement
WhatsApp Tips: આ 7 સેટિંગ કરવાથી તમારુ વૉટ્સએપ થઇ જશે એકદમ સેફ, જાણો ડિટેલમાં.....
વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જેની મદદથી યૂઝર્સ ઘણાબધા કામ આસાનીથી કરી શકે છે, પરંતુ ક્યારેક વૉટ્સએપથી યૂઝર્સ મુશ્કેલીમાં પણ મુકાઇ શકે છે, અને સુરક્ષા સામે ખતરો પણ ઉભો થઇ શકે છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ભારતમાં સૌથી વધુ પૉપ્યૂલર એપ છે. બેસ્ટ સર્વિસ અને ફિચર કારણે એપ બધા યૂઝર્સની પહેલી પસંદ બની ગઇ છે. વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જેની મદદથી યૂઝર્સ ઘણાબધા કામ આસાનીથી કરી શકે છે, પરંતુ ક્યારેક વૉટ્સએપથી યૂઝર્સ મુશ્કેલીમાં પણ મુકાઇ શકે છે, અને સુરક્ષા સામે ખતરો પણ ઉભો થઇ શકે છે. જો તમે વૉટ્સએપમાં સેફ રહેવા માંગતા હોય તો અહીં બતાવેલા 7 સેટિંગ જલ્દીથી કરી દો, તો નહીં થાય કોઇ પ્રૉબ્લમ.....
ગૃપમાં કોણ જોડી શકે છે
વૉટ્સએપ ગૃપ માટે કંપની યૂઝર્સને કેટલાક ખાસ ઓપ્શન આપે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમને કોઇપણ ગ્રૃપમાં કોણ જોડી શકે છે. વૉટ્સએપમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કોઇ ગૃપમાં એડ કરવા માટે એલાઉ્ડ કરે છે કે પછી સેવ્ડ કૉન્ટેક્ટ લિસ્ટ અને પર્ટિક્યૂલર કૉન્ટેક્ટ લિસ્ટ માટે અલાઉ કરે છે.
કોણ જોઇ શકે છે સ્ટેટસ
વૉટ્સએપ જોવા માટે કંપની તમને પ્રાઇવસી ફિચર આપે છે. આનાથી નક્કી કરી શકાય છે કે, યૂઝર કોઇ ખાસ કૉન્ટેક્ટ લિસ્ટમાં દેખાવવા માટે સિલેક્ટ કરી શકે છે કે, માત્ર સેવ કરેલા કૉન્ટેક્ટ સુધી જ સિમીત રાખી શકે છે.
લાસ્ટ સીન
લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને પુરેપુરી છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે.
પ્રૉફાઇલ ફોટો
બીજા ઓપ્શનની જેમ વૉટ્સએપ યૂઝર્સને આમાં પણ પુરેપુરી પ્રાઇવસી મળે છે. આમાં પ્રૉફાઇલ ફોટો છુપાવવા કે માત્ર માય કૉન્ટેક્ટ સુધી સિમીત કરવાનો ઓપ્શન મળે છે.
અબાઉટ
અબાઉટ સેક્શન અંતર્ગત ત્રણ ઓપ્શન છે, યૂઝર્સ આને બતાવવા માટે સિલેક્ટ કરી શકે છે, આને પુરેપુરી છુપાવી શકે છે કે પછી આને માત્ર માય કૉન્ટેક્ટ સુધી લિમીટેડ રાખી શકે છે.
ફિંગર સ્ક્રીન લૉક
એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે.
બ્લૉક કૉન્ટેક્ટ
વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement