શોધખોળ કરો
10 હજારથી ઓછી કિંમતમાં આ 8 સ્માર્ટફોનમાં મળી રહી છે લાંબી બેટરી લાઇફ, જાણો વિગતે
જો તમે લાંબી બેટરી લાઇફવાળો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ બજેટ એટલે કે માત્ર 10 હજારની કિંમતની અંદરના બેસ્ટ સ્માર્ટફોન બતાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં લાંબી બેટરી લાઇફ છે, જે લોકોને ખુબ ગમી રહ્યાં છે
![10 હજારથી ઓછી કિંમતમાં આ 8 સ્માર્ટફોનમાં મળી રહી છે લાંબી બેટરી લાઇફ, જાણો વિગતે best smartphones under 10000 rupees in india 10 હજારથી ઓછી કિંમતમાં આ 8 સ્માર્ટફોનમાં મળી રહી છે લાંબી બેટરી લાઇફ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/14165432/Smartphones-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આજકાલ ભારતમાં 10 હજાર રૂપિયાના બજેટમાં કેટલાય સ્માર્ટફોન આવી ગયા છે. ભારતમાં આ સેગમેન્ટને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પણ આ સેગમેન્ટ પર વધુ ફોકસ કરી રહ્યાં છે.
જો તમે લાંબી બેટરી લાઇફવાળો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ બજેટ એટલે કે માત્ર 10 હજારની કિંમતની અંદરના બેસ્ટ સ્માર્ટફોન બતાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં લાંબી બેટરી લાઇફ છે, જે લોકોને ખુબ ગમી રહ્યાં છે.
Vivo U10
વીવોના Vivo U10 સ્માર્ટફોનમાં કંપની બેસ્ટ બેટરી સેટઅપ આપ્યો છે. આમાં 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરનારી 5000 mAhની બેટરી આપેલી છે. આ ફોનની કિંમત 9,990 રૂપિયા છે.
Redmi Note 8
શ્યાઓમીના આ રેડમી નૉટ 8 સ્માર્ટફોનમાં કંપનીએ પાવર માટે 4000 mAhની બેટરી આપી છે, જે લાંબી લાઇફ ધરાવે છે. આની કિંમત 10499 રાખવામાં આવી છે.
Realme Narzo 10A
રિયલમીનો આ ફોન પણ બેસ્ટ બેટરી બેકઅપ સાથે આવે છે. આમાં 5000mAhની હેવી બેટરી આપી છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે.
Samsung Galaxy M01
સેમસંગ ગેલેક્સી M01 ફોનમાં કંપનીએ 4000mAhની બેટરી આપી છે, અને ફોનની કિંમત 8,999 રાખવામાં આવી છે.
Nokia 5.1 Plus
નોકિયા 5.1 પ્લસ સ્માર્ટફોનમાં 3060mAhની બેટરી આપવામાં આવી છે, અને આ ફોનને તમે 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Asus Zenfone Max M2
આસુસના જેનફોન મેક્સ એમ2માં 4000mAh ની બેટરી આપવામાં આવી છે, અને તમે આને માત્ર 7,499 ની શરૂઆતી કિંમત સાથે ખરીદી શકો છો.
Tecno Spark 5
ટેકનો કંપનીના આ ફોનમાં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવી છે, અને આની કિંમત 7999 રૂપિયા છે.
Infinix Hot 8
ઇનફિનિક્સ હૉટ 8 સ્માર્ટફોનમાં 5000 mAhની હેવી બેટરી આપવામાં આવી છે, અને આ ફોનની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે.
![10 હજારથી ઓછી કિંમતમાં આ 8 સ્માર્ટફોનમાં મળી રહી છે લાંબી બેટરી લાઇફ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/14165415/Smartphones-01-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગાંધીનગર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)