શોધખોળ કરો
Advertisement
WhatsApp કૉલ પણ કરી શકાય છે રેકોર્ડ, જાણો શું છે ઇજી ટ્રિક....
વર્ષ 2009માં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આવી હતી, વૉટ્સએપ દ્વારા તમે કોઇપણ કામ કરી શકો છો, જેમ કે ચેટિંગથી લઇને વીડિયો મોકલવા, ઓડિયો કૉલ અને વીડિયો કૉલ સામેલ છે. પરંતુ આમ છતાં કેટલીય વસ્તુઓથી લોકો પરેશાન રહે છે. જો તમે કોઇપણ વીડિયો કૉલને રેકોર્ડ કરવા માંગતા હોય તો આના માટે એક આસાન રીત છે.......
નવી દિલ્હીઃ વર્ષ 2009માં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આવી હતી, વૉટ્સએપ દ્વારા તમે કોઇપણ કામ કરી શકો છો, જેમ કે ચેટિંગથી લઇને વીડિયો મોકલવા, ઓડિયો કૉલ અને વીડિયો કૉલ સામેલ છે. પરંતુ આમ છતાં કેટલીય વસ્તુઓથી લોકો પરેશાન રહે છે. જેમ કે યૂઝર્સ વૉટ્સએપ વીડિયો કૉલને સેવ નથી કરી શકતા, જો તમે કોઇપણ વીડિયો કૉલને રેકોર્ડ કરવા માંગતા હોય તો આના માટે એક આસાન રીત છે.......
વૉટ્સએપ વીડિયો કૉલ રેકોર્ડ કરવાની આસાન ટ્રિક.....
એન્ડ્રોઇડ યૂઝર્સ આ રીતે રેકોર્ડ કરો....
- જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો તો કૉલ રેકોર્ડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે.
- તમે તમારા ફોનમાં cube call recorder કે કોઇ બીજી એપ પણ ડાઉનલૉડ કરી શકો છો.
- હવે એપને ઓપન કરો, અને વૉટ્સએપ પર જાઓ, હવે તમારે જે કૉલ રેકોર્ડ કરવો હોય તે વ્યક્તિને કૉલ કરો.
- જો તમારી એપમાં ક્યૂબ કૉલ વિઝેટ દેખાય તો સમજી લો કે તમારો કૉલ રેકોર્ડ થઇ રહ્યો છે.
- જો કોઇ કારણોસર ફોનમાં error દેખાય તો તમારે ફરીથી એપને ડાઉનલૉડ કરવી પડશે.
- હવે એપના સેટિંગમાં જાઓ અહીં વૉઇસ કૉલમાં force voice પર ક્લિક કરો.
આઇફોન યૂઝર્સ આ રીતે રેકોર્ડ કરો...
- જો તમે આઇફોન યૂઝર્સ છો તો તમે Macની હેલ્પથી કૉલ રેકોર્ડ કરી શકો છો.
- આ માટે તમારા આઇફોનને લાઇટનિંગ કેબલ દ્વારા Mac સાથે કનેક્ટ કરવો પડશે.
- હવે ફોનમાં લખેલુ આવશે ટ્રસ્ટ ધીશ કૉમ્પ્યુટર તમારે આના પર ક્લિક કરવાનુ છે.
- મેકથી પહેલીવાર ફોનને કનેક્ટ કરી રહ્યો છો તો તમારે quick time ઓપ્શન પર જવુ પડશે.
- હવે તમારે અહીં ફાઇલ સેક્શનમાં ન્યૂ ઓડિયો રેકોર્ડિંગનો ઓપ્શન મળશે, અહીં રેકોર્ડ બટન પર ક્લિક કરી દો.
- હવે આખી પ્રૉસેસ બાદ ક્વિકટાઇમ રેકોર્ડ બટનને દબાવો, અને વૉટ્સએપ કૉલ કરો.
- જેવો તમારો કૉલ કનેક્ટ થશે યૂઝર આઇકૉનને એડ કરી દો. હવે તમારો ફોન રિસીવ થતાંજ રેકોર્ડિંગ શરૂ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement