શોધખોળ કરો
તમે WhatsAppમાં તમારી સિક્રેટ ચેટ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ
આપણામાંથી કેટલાક લોકો એવા છે જેને વૉટ્સએપના આ ફિચર વિશે કંઇજ ખબર નથી. વૉટ્સએપમાં અર્કાઇવ ચેટ્સ ફિચરની મદદથી તમે વૉટ્સએપ પર પોતાની ચેટને હાઇડ કરી શકો છો. આમાં તમે સિંગલ ચેટ અને ગૃપ ચેટ બન્નેને અર્કાઇવ કરી શકો છો
![તમે WhatsAppમાં તમારી સિક્રેટ ચેટ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ Best tricks on how to see hide and secret whatsapp chat તમે WhatsAppમાં તમારી સિક્રેટ ચેટ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18170741/Whatsapp-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વૉટ્સએપ પર અત્યારે દરેક લોકો કોઇને કોઇ રીતે પોતાની ચેટ અન્યથી છુપાવવા માંગતા હોય છે. ફ્રેન્ડલિસ્ટમાં કેટલાક એવા ફ્રેન્ડ હોય છે જેની ચેટ અન્યને બતાવવી યોગ્ય નથી હોતી, જો તમે પણ આવી કોઇ સિક્રેટ ચેટ વૉટ્સએપમાં છુપાવવા માંગતા હોય તો અહીં એક આસાન ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ. જેની મદદથી આ કામ આસાન બની જશે. અહીં બતાવેલી ટ્રિક્સ પ્રમાણે તમે તમારી સિક્રેટ ચેટ હાઇડ કરી શકશો અને ફરીથી પાછી પણ લાવી શકશો.
આપણામાંથી કેટલાક લોકો એવા છે જેને વૉટ્સએપના આ ફિચર વિશે કંઇજ ખબર નથી. વૉટ્સએપમાં અર્કાઇવ ચેટ્સ ફિચરની મદદથી તમે વૉટ્સએપ પર પોતાની ચેટને હાઇડ કરી શકો છો. આમાં તમે સિંગલ ચેટ અને ગૃપ ચેટ બન્નેને અર્કાઇવ કરી શકો છો.
આ રીતે કરો ચેટ હાઇડ.....
સિક્રેટ ચેટ હાઇડ કરવા માટે વૉટ્સએપ ખોલો
હવે તમારે જે પણ ચેટને છુપાવવી છે તેના પર લૉન્ગ પ્રેસ કરીને રાખો
લૉન્ગ પ્રેસ કરીને રાખ્યા બાદ ઉપરની બાજુએ તમારે અર્કાઇવનો ઓપ્શન દેખાશે
હવે તમારે અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાનુ છે
અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાથી તમારી ચેટ છુપાઇ જશે
આ રીતે પાછી લાવી શકો છો ચેટ
ચેટ પાછી લાવવા માટે વૉટ્સએપ ખોલો
આ પછી ચેટ સ્ક્રીનમાં સ્ક્રૉલ કરીને સૌથી નીચે જાઓ
નીચે તમારે અર્કાઇવ્ડનો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો
અર્કાઇવ્ડ પર લૉન્ગ પ્રેસ કરીને રાખો અને અનઅર્કાઇવ આઇકૉન પર ટેપ કરો
આ રીતે તમે હાઇડ કરીને છુપાવેલી ચેટને પાછી લાવી શકો છો
![તમે WhatsAppમાં તમારી સિક્રેટ ચેટ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18170833/Whatsapp-01.jpg)
![તમે WhatsAppમાં તમારી સિક્રેટ ચેટ છુપાવવા માંગો છો? તો અપનાવો આ ટ્રિક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18170741/Whatsapp-03-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)