શોધખોળ કરો
WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી
વૉટ્સએપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એન્ડ્રૉઇડ માટે એક ફિચરની શરૂઆત કરી હતી, જેનાથી તે પોતાની સ્ટેટસ સ્ટૉરીને સીધી ફેસબુક સ્ટૉરી અને અન્ય એપ પર શેર કરી શકે છે
![WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી best updates on whatsapp and facebook WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10124219/Whatassa-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે હંમેશા કોઇને કોઇ નવા ફિચર અપડેટ થતા રહે છે, હવે આ કડીમાં વધુ એક સારા સમાચાર યૂઝર્સને મળી રહ્યાં છે. ખરેખરમાં, સમાચાર એવા છે કે હવે ફેસબુકની ત્રણેય કંપનીઓ એટલે કે ખુદ ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર નવા ફિચર અપડેટ થશે, આ ત્રણેયને ઇન્ટીગ્રેટ કરવામાં આવશે.
ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને ઇન્ટીગ્રેટ કરવાની માહિતી ખુદ CEO માર્ક ઝકરબર્ગે આપી છે. જ્યારે આવુ થઇ જશે ત્યારે યૂઝર્સને ખુબ આસાની થઇ જશે. યૂઝર્સ ત્રણેય પ્લેટફોર્મ પર એકસાથે મેસેજ કરી શકશે. આનો અર્થ સ્પષ્ટ છે કે તમે ફેસબુક મેસેન્જરમાંથી ઇન્સ્ટાગ્રામ પર અને વૉટ્સએપ પર મેસેજ કરી શકશો.
આ અંગે ફેસબુક CEO માર્ક ઝકરબર્ગે ગયા વર્ષે જ માહિતી આપી હતી, હવે વૉટ્સએપ ક્રૉમ ફેસબુક ફિચરને WABetaInfo નામની એક વેબસાઇટને શોધ્યુ છે. WABetaInfo અનુસાર વૉટ્સએપના નવા યૂઝરો માટે વૉટ્સએપ સ્ટેટસ પર વૉટ્સએપ ક્રૉમ ફેસબુકના ફિચરને એડ કરવામાં આવ્યા છે.
વૉટ્સએપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એન્ડ્રૉઇડ માટે એક ફિચરની શરૂઆત કરી હતી, જેનાથી તે પોતાની સ્ટેટસ સ્ટૉરીને સીધી ફેસબુક સ્ટૉરી અને અન્ય એપ પર શેર કરી શકે છે.
![WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/01112742/WhatsApp-004-300x172.jpg)
![WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/29135756/1-facebook-messenger-whatsapp-instagram-may-integrate-claims-report-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)