શોધખોળ કરો
Advertisement
એપલના નવા iPhone 12 અને iPhone 12 Pro પર મળી રહ્યું છે 50 ટકાનુ ડિસ્કાઉન્ટ, જાણો ખરીદવા માટે શું કરવુ પડશે
એપલના નવા આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉ મૉડલના ભારતમાં પ્રી ઓર્ડર 23 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂક્યા છે, અને હવે થોડાક દિવસોમાં જ આનો સ્ટૉક આઉટ થઇ ગયો છે. બન્ને મૉડલની કિંમત 79990 અને 119000 છે. જોકે તમે બેન્ક ઓફરની સાથે આ ફોન પર તમે કેટલાય ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવીને નવો આઇફોન ખરીદી શકો છો
નવી દિલ્હીઃ એપલના નવા આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉ મૉડલના ભારતમાં પ્રી ઓર્ડર 23 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂક્યા છે, અને હવે થોડાક દિવસોમાં જ આનો સ્ટૉક આઉટ થઇ ગયો છે. બન્ને મૉડલની કિંમત 79990 અને 119000 છે. જોકે તમે બેન્ક ઓફરની સાથે આ ફોન પર તમે કેટલાય ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવીને નવો આઇફોન ખરીદી શકો છો.
જ્યારે તમે એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જશો અને આઇફોન 12ને ખરીદીશો તો, તમને દેખાશે કે તમે જુના આઇફોન એક્સઆર માટે એપલ ટ્રેડ-ઇનની સાથે 22 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે. જેનાથી આઇફોન 12ની કિંમત 47900 રૂપિયા થઇ ગઇ છે. આઇફોન 11 128જીબી મૉડલ પર 34000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે.
જો તમારી પાસે એચડીએફસી ક્રેડિટ/ડેબિટ કાર્ડ છે, તો આ ડીલ એકદમ સસ્તી બની શકે છે. આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉ ખરીદવા પર 6000 રૂપિયા અને 5000 રૂપિયાનુ કેશબેક પણ મળી રહ્યું છે. બેન્ક છૂટ અને ટ્રેડ-ઇન બાદ નવો આઇફોન 12 કે આઇફોન 12 પ્રૉને 39900 રૂપિયા અને 80900 રૂપિયામાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે આઇફોન 5એસ સુધી આ જુના મોબાઇલ પર ટ્રેડ-ઇન ઓપ્શન ડીલ કામ કરશે.
આ મોબાઇલ્સ પર મળી રહ્યું છે ટ્રેડ-ઇન ડીલની ઓફર....
આઇફોન 11 પ્રૉ મેક્સ – 63,000 રૂપિયા
આઇફોન 11 પ્રો – 60,000 રૂપિયા
આઇફોન 11 – 37,000 રૂપિયા
આઇફોન એક્સએસ મેક્સ – 35,000 રૂપિયા
આઇફોન એક્સએસ – 34,000 રૂપિયા
આઇફોન એક્સઆર – 24,000 રૂપિયા
આઇફોન એક્સ – 28,000 રૂપિયા
આઇફોન 8 પ્લસ – 21,000 રૂપિયા
આઇફોન 8 – 17,000 રૂપિયા
આઇફોન 7 પ્લસ – 17,000 રૂપિયા
આઇફોન 7 – 12,000 રૂપિયા
આઇફોન 6એસ પ્લસ – 9,000 રૂપિયા
આઇફોન 6એસ – 8,000 રૂપિયા
આઇફોન 6 પ્લસ – 8,000 રૂપિયા
આઇફોન 6 – 6,000 રૂપિયા
આઇફોન એસઇ (ફર્સ્ટ જનરેશન) – 5,000 રૂપિયા
આઇફોન 5એસ – 3,000 રૂપિયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement