શોધખોળ કરો
Advertisement
આ કંપની 151 અને 251 રૂપિયાના રિચાર્જ પર આપી રહી છે 70GB સુધીનો ઇન્ટરનેટ ડેટા
સરકારી કંપની BSNL પોતાના ગ્રાહકો માટે બે નવા પ્લાન લઇને આવી છે, આ પ્લાનમાં ગ્રાહકોને 70 જીબી સુધીનો ઇન્ટરનેટ ડેટા મળે છે. કંપનીએ આ ઓફરને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર પણ કરી છે
નવી દિલ્હીઃ કોરોના સંકટમાં વર્ક ફ્રૉમ હૉમ માટે દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે ખાસ પ્લાન લઇને આવી છે. દરેક કંપનીએ પોતાના ગ્રાહકો માટે એડિશનલ અને પ્રમૉશનલ ડેટા પ્લાન લૉન્ચ કર્યા છે. આ લિસ્ટમાં સરકારી કંપની BSNL પણ એક ખાસ પ્લાન લઇને આવી છે. સરકારી કંપની BSNL પોતાના ગ્રાહકો માટે બે નવા પ્લાન લઇને આવી છે, આ પ્લાનમાં ગ્રાહકોને 70 જીબી સુધીનો ઇન્ટરનેટ ડેટા મળે છે. કંપનીએ આ ઓફરને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર પણ કરી છે.
કંપનીએ જે ડેટા વાઉચર્સ લૉન્ચ કર્યા છે, તેની કિંમત 151 અને 251 રૂપિયા છે. આ વાઉચરમાં ગ્રાહકોને 40 જીબી ઇન્ટરનેટ ડેટાની સુવિધા મળે છે. આમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે.
આ રીતે 251 રૂપિયા વાળા વાઉચરમાં ગ્રાહકોને 70 જીબી ઇન્ટરનેટ ડેટાની સુવિધા મળે છે. આ પણ 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ બન્ને પ્લાન કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ માટે લૉન્ચ કર્યા છે.
નોંધનીય છે કે બીએસએનએલ ઉપરાંત વૉડાફોન, જિઓ અને એરટેલે પણ પોતાના ગ્રાહકો માટે વર્ક ફ્રૉમ હૉમ પ્લાન રિલીઝ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement