શોધખોળ કરો
દિવાળી સેલમાં ખરીદો આ શાનદાર સ્માર્ટફોન, મળી રહ્યું ભારે ડિસ્કાઉન્ટ
સેલ માટે ફ્લિપકાર્ટે એક્સિસ બેન્ક, સિટી બેન્ક અને કૉટક મહિન્દ્ર બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારી અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર ગ્રાહકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

નવી દિલ્હીઃ ઓનલાઇન શૉપિંગ સાઇટ્સ પર દિવાળી સેલ ચાલી રહ્યો છે, આવામાં લગભગ તમામ પ્રૉડક્ટ્સ પર ભારે છૂટ મળી રહી છે. ફ્લિપકાર્ટના સેલમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર સેલ ચાલી રહી છે. જો તમે બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીંથી ખરીદી શકો છો. સેલ માટે ફ્લિપકાર્ટે એક્સિસ બેન્ક, સિટી બેન્ક અને કૉટક મહિન્દ્ર બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારી અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર ગ્રાહકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત કંપની Bajaj Finserv, SBI અને ICICI બેન્કની સાથે ન કૉસ્ટ EMI ઓપ્શન્સ પણ આપી રહી છે. જાણો કયા ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ.... Realme C11, C12, C15 સેલમાં રિયરમી C11ને 6,999 રૂપિયાની શરૂઆતી કિંમતે અને C12 ને 8,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. આ ઉપરાંત C15ને 8,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. POCO C3 ફ્લિપકાર્ટની બિગ દિવાળી સેલમાં 5,000mAhની બેટરી વાળા POCO C3ને 7,499 રૂપિયામાં ખરીદી શકો છો, આ કિંમતમાં તમને 3GB/32GB વેરિએન્ટ મળશે. Oppo Reno 2F સેલ્ફી કેમેરા વાળા Oppo Reno 2Fની વાત કરીએ તો ફ્લિપકાર્ટ સેલમાં ગ્રાહકો આને 16,990 રૂપિયામાં ખરીદી શકે છે. આ 48MP ક્વૉડ કેમેરા સેટઅપની સાથે આવે છે.
વધુ વાંચો





















