શોધખોળ કરો
Advertisement
5G ફોન ખરીદવાનો બેસ્ટ મોકો, આ 3 5G સ્માર્ટફોન મળી રહ્યાં છે સસ્તી કિંમતે, જાણો વિગતે
ભારતમાં જ્યારે શરૂઆતમાં 5G સ્માર્ટફોન આવ્યા ત્યારે આ ફોનની કિમત ખુબ વધુ હતી, પરંતુ હવા કૉમ્પિટીશન વધતા આ ફોન સસ્તી કિંમતે મળવા લાગ્યા છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવા માંગતા હોય તો અહીં તમને બેસ્ટ ત્રણ ફોન બતાવવામાં આવી રહ્યાં છે. જે મોંઘા હોવા છતાં સસ્તી કિંમતે ખરીદી શકાય છે. જુઓ લિસ્ટ.....
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં 5G સ્માર્ટફોન ખરીદવા વાળાઓની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. આ કારણ છે કે સ્માર્ટફોન મેકર પણ હવે 5G ફોન વધુને વધુ લૉન્ચ કરવા તરફ આગળ વધી રહ્યાં છે. ભારતમાં જ્યારે શરૂઆતમાં 5G સ્માર્ટફોન આવ્યા ત્યારે આ ફોનની કિમત ખુબ વધુ હતી, પરંતુ હવા કૉમ્પિટીશન વધતા આ ફોન સસ્તી કિંમતે મળવા લાગ્યા છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવા માંગતા હોય તો અહીં તમને બેસ્ટ ત્રણ ફોન બતાવવામાં આવી રહ્યાં છે. જે મોંઘા હોવા છતાં સસ્તી કિંમતે ખરીદી શકાય છે. જુઓ લિસ્ટ.....
Realme X7-
રિયલમીનો આ ફોન 5G સ્માર્ટફોન ભારતમાં સૌથી સસ્તી કિંમત અવેલેબલ છે. આની કિંમત 19,999 રૂપિયા છે. અન્યની અપેક્ષાએ આની કિંમત ખુબ ઓછી છે. આ ફોન જબરદસ્ત ફિચર્સ વાળો છે. આમાં 6.43 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આમાં MediaTek Dimensity 800 U પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. જે એકદમ દમદાર છે, આ કેમેરાના રિયર સેટઅપ અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 4310mAhની બેટરી છે.
Xiaomi Mi 10i-
શ્યાઓમીએ પણ ભારતીય માર્કેટમાં ધૂમ મચાવવા માટે પોતાનો 5G ઉતાર્યા છે. આમાં એક Mi 10i છે. આ ફોનની કિંમત 21,999 રૂપિયા છે. આ ફોન શાનદાર સ્પેશિફિકેશન્સ વાળો છે. આમાં 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. પ્રૉસેસરની વાત કરીએ તો આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 705G પ્રૉસેસર છે. આમાં 108 મેગાપિક્સલનો જબરદસ્ત રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ 5G સ્માર્ટફોનમાં 4820mAhની દમદાર બેટરી છે.
OnePlus Nord-
સ્માર્ટફોન નિર્માતા વનપ્લસ પોતાના બેસ્ટ ફોન માટે દુનિયાભરમાં જાણીતી છે. વનપ્લસના મોટાભાગના 5G મોંઘા છે. પરંતુ વનપ્લસ નોર્ડની કિંમત 27,999 રૂપિયા છે. ફિચર્સના મામલે આ ફોન બેસ્ટ છે. આમાં 6.44 ઇંચની ડિસ્પ્લે, 12GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ચાર કેમેરાનો બેસ્ટ રિયર સેટઅપ અને 32+8 મેગાપિક્સલનો ડ્યૂલ ફ્રન્ટ કેમેરો છે. આમાં 4115mAhની બેટરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion