શોધખોળ કરો

CES 2023: લેનોવોએ લોંચ કર્યું શાનદાર ડિસ્પ્લે ધરાવતુ ટેબ્લેટ, જાણે હરતુ ફરતુ ટીવી

લેનોવો સ્માર્ટ પેપર 10.3-ઇંચ ઇ-ઇંક ડિસ્પ્લે ધરાવે છે જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 1872 x 1404 પિક્સેલ અને 227 PPI પિક્સેલ ડેન્સિટી છે. તેમાં 24 તેજ સ્તર અને 24 તાપમાન સ્તર છે.

Lenovoએ યુએસમાં ચાલી રહેલા CES 2023માં ઘણી શાનદાર પ્રોડક્ટ્સ રજૂ કરી છે. લેનોવોએ એક નવું ટેબલેટ રજૂ કર્યું છે, જેનું નામ લેનોવો સ્માર્ટ પેપર છે. આ ઉપકરણ ચીનમાં લોન્ચ થયેલ Lenovo YOGA પેપરનું ગ્લોબલ વર્ઝન છે. આ ડિવાઈસમાં ઈ-ઈંક ડિસ્પ્લે આપવામાં આવી છે. તે લો પાવર્ડ SoC સાથે આવે છે અને બેટરી-લેસ સ્ટાઈલસને સપોર્ટ કરે છે. તેની કિંમત રૂ. 32678.56 ($400) છે. એવો અંદાજ છે કે આ વર્ષના અંત સુધીમાં તેને બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લેનોવો સ્માર્ટ પેપરની વિશેષતાઓ

લેનોવો સ્માર્ટ પેપર 10.3-ઇંચ ઇ-ઇંક ડિસ્પ્લે ધરાવે છે જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 1872 x 1404 પિક્સેલ અને 227 PPI પિક્સેલ ડેન્સિટી છે. તેમાં 24 તેજ સ્તર અને 24 તાપમાન સ્તર છે. તે બેટરી લેસ સ્ટાઈલસના સપોર્ટથી સજ્જ છે. ઉપકરણ Rockchip RK3566 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જેમાં 4GB RAM અને 64GB ઈંટરનલ સ્ટોરેજ સાથે જ આવે છે.

સ્માર્ટ પેપર પેન

લેનોવો સ્માર્ટ પેપર સાથે આવેલું સ્માર્ટ પેપર પેન લેગને ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે 23 મિલીસેકન્ડ્સ જેટલું ઓછું લેટન્સી ઓફર કરે છે. આ લેનોવો સ્માર્ટ પેપર પેન્સિલ, બૉલપોઇન્ટ અને માર્કર સહિત નવ અલગ-અલગ પેન સેટિંગ તેમજ ખાલી સ્લેટ અને લાઇનવાળા કાગળ સહિત અનેક નોટપેડ ટેમ્પ્લેટ્સ ઓફર કરે છે. આની મદદથી તમે ડ્રોઇંગ અને ડિઝાઇનિંગ પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો.

હસ્તલિખિત નોંધો ટેક્સ્ટ બની જશે

લેનોવો સ્માર્ટ પેપર હસ્તલિખિત નોંધોને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને કીવર્ડ્સની મદદથી સામગ્રી શોધવામાં પણ મદદ કરે છે. લેપટોપમાં નોંધો ગોઠવવાની, તેને ફોલ્ડરમાં રાખવાની અને કાઢી નાખવાની સુવિધા પણ છે. આ ઉપકરણ લાખો ઈ-પુસ્તકોની ઍક્સેસ પણ આપે છે.

વૉઇસ રેકોર્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ

લેનોવો સ્માર્ટ પેપરમાં વૉઇસ નોટ્સ રેકોર્ડ કરવાની અને તે જ સમયે નોટ્સ લખવાની સુવિધા પણ છે. બાદમાં બંને નોટ સિંક થાય છે. ઉપકરણ સ્માર્ટફોન અને Windows PC માટે એક એપ્લિકેશન સાથે આવે છે જે ટેક્સ્ટ અને ઑડિયો રેકોર્ડિંગને અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત કરી શકે છે. જ્યાં સુધી બેટરીની વાત છે કંપનીના જણાવ્યા અનુસાર તે એક વખત ચાર્જ કરવા પર 7,000 પેજ સુધી વાંચી શકે છે અથવા 170 પેજ નોંધી શકે છે.

લેનોવો સ્માર્ટ પેપર કોમ્બેટ

લેનોવો સ્માર્ટ પેપરની સરખામણી બજારમાં એમેઝોન કિન્ડલ સ્ક્રાઈબ સાથે કરવામાં આવી રહી છે. બંનેમાં તમને પેન્સિલ સ્ટાઈલ મળે છે. બંનેમાં ઈ-ઈંક ડિસ્પ્લે આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget