શોધખોળ કરો
કોરોના સંકટઃ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો, Youtube પર ચારમાંથી એક વીડિયો આપે છે ખોટી જાણકારી
આ 69 વીડિયોમાં સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ વીડિયો પણ હતા જેમાં જાણકારી યોગ્ય આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોનાથી બચવા માટે સોશિયલ મીડિયા પર જાણકારીના નામ પર વીડિયો બનાવવામાં આવી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે શું તે સાચા છે? એક તપાસમાં સામે આવ્યું છે કે, ચોથા ભાગના વીડિોયમાં જે સાચું બતાવવામાં આવે છે તો ખોટું હોય છે.
એક આંતરરાષ્ટ્રીય ઓનલાઈન જર્નલ વેબસાઈટ BMJ Global Healthના રિસર્ચમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. 21 માર્ચના રોજ આ રિસર્ચ શરૂ થયું જેના પરિણામ હવે સામે આવ્યા છે. BMJએ યૂટ્યૂબ પર કોરોના સર્ચ કર્યું અને ટોપ 74 વપીડિયોની તપાસ કરી. આ રીતે કોવિડ-19 સર્ચ કરવ્યું અને તેના પર બનેલ ટોપ 75 વીડિયોની તપાસ કરી.
એટલે કે રિસર્ચમાં 150 વીડિયો આવ્યા. ડુપ્લીકેટ વીડિયો હટાવીને કેટલીક શરતો સાથે 69 વીડિયોને રિસર્ચ માટે પસંદ કરવામાં આવ્યા. 27 ટકા વીડિયોમાં તથ્યાત્મક ભૂલો હતો. વીડિયોમાં યોગ્ય રીતે પણ સમજાવવામાં આવ્યું નથી અને ન તો બીમારી સાથે જોડાયેલ કોઈ અપીલ કરવામાં આવી છે.
આ 69 વીડિયોમાં સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ વીડિયો પણ હતા જેમાં જાણકારી યોગ્ય આપવામાં આવી છે. જ્યારે યૂટ્યૂબે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ સાચી જાણકારી આપાવનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ખોટી જાણકારી આપનાર વીડિયોને હટાવવામાં આવી રહ્યા છે. મતલબ એટલો જ છે કે, સોશિયલ મીડિયા પર કોઈ જાણકારી મેળવી રહ્યા છો તો સમજી વિચારીને લેવી કે આ જાણકારી તમારા માટે જોખમી સાબિત ન થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
