શોધખોળ કરો
Advertisement
આકાશમાંથી વીજળી પડતા પહેલા તમને સાવધાન કરી દેશે આ એપ, જાણો કઇ રીતે
દામિની નામની એક એવી એપ છે, જે તમને વીજળીનુ એલર્ટ આપી દે છે. દામિનની એપ વીજળી પડ્યાની 30 થી 40 મિનીટ પહેલા એલર્ટ આપે છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ એપ લગભગ બે વર્ષ પહેલા લૉન્ચ કરવામા આવી હતી
નવી દિલ્હીઃ ભારતમાં આકાશી વીજળી પડવાની ઘટના વારંવાર બની રહી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં દેશમાં અનેક ભાગોમાં જીવલેણ વીજળી પડે છે, અને માણસોની સાથે અન્ય બીજુ નુકશાન પણ પહોંચે છે. પણ જો તમે વીજળી પડતા પહેલા ચેતી જાઓ તો કેવુ સારુ. એક એવી એપ ડેવલપ થઇ છે જે તમને વીજળી પડતા પહેલા જ એલર્ટ કરી દેશે.
દામિની નામની એક એવી એપ છે, જે તમને વીજળીનુ એલર્ટ આપી દે છે. દામિનની એપ વીજળી પડ્યાની 30 થી 40 મિનીટ પહેલા એલર્ટ આપે છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ એપ લગભગ બે વર્ષ પહેલા લૉન્ચ કરવામા આવી હતી.
દામિની એપ ઓપન કરવા પર વ્યક્તિ જે લૉકેશન પર છે, ત્યાં મેપ બતાવતુ સર્કલ આવે છે, આ સર્કલ 20 કિલોમીટરના વ્યાસામાં આગળ 30-40 મિનીટ વીજળી સંબંધી એલર્ટ આપે છે. જે જગ્યાએ માણસ ઉભો હોય ત્યાં વીજળી પડવાની છે કે નહીં, તેની જાણકારી સર્કલની નીચે હિન્દી અને અંગ્રેજીમાં આપવામાં આવે છે.
હવામાન વિભાગ પણ પોતાની વેબસાઇટના માધ્યમથી વીજળી પડવાની જગ્યાઓ પરનું એલર્ટ મોકલે છે. જોકે, આ એપ વીજળી પડવાની સૂચનાની સાથે સાથે એ પણ બતાવે છે કે કઇ રીતે સુરક્ષિત રહેવુ. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રૉપિકલ મેટીરિઓલૉજી પુણે દ્વારા આ એપ ડેવલપ કરવામાં આવી હતી. દામિની એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે અવેલેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion