શોધખોળ કરો
Whatsappમાં આવી રહ્યું છે ફેસ અનલૉક ફિચર, ફોન બદલશો તો પણ કરશે કામ
. એપમાં એન્ડ્રોઇડ યૂઝર્સ હજુ સુધી ફિંગરપ્રિન્ટ લૉકનો જ યૂઝ કરતા હતા, પરંતુ હવે બહુ જલ્દી ફેસ અનલૉકની ફેસિલીટી મળવા જઇ રહી છે. વળી આઇઓએસ માટે વૉટ્સએપમાં પહેલાથી જ ફેસ અનલૉક ફિચર આપી દેવામાં આવ્યુ છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ અપડેટ લાવી રહ્યું છે. હવે આ કડીમાં એપમાં એક ખાસ ફિચર જોડાવવા જઇ રહ્યું છે, જેનુ નામ છે ફેસ અનલૉક ફિચર. એપમાં એન્ડ્રોઇડ યૂઝર્સ હજુ સુધી ફિંગરપ્રિન્ટ લૉકનો જ યૂઝ કરતા હતા, પરંતુ હવે બહુ જલ્દી ફેસ અનલૉકની ફેસિલીટી મળવા જઇ રહી છે. વળી આઇઓએસ માટે વૉટ્સએપમાં પહેલાથી જ ફેસ અનલૉક ફિચર આપી દેવામાં આવ્યુ છે. બહુ જલ્દી થશે લૉન્ચ WABetaInfoને વૉટ્સએપના બીટા બિલ્ડ 2.20.203.3માં આ આગામી એન્ડ્રોઇડ ફિચર વિશે જાણવા મળ્યુ છે. જોકે આ ફિચર ક્યારે લૉન્ચ થશે તેની સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરને બહુ જલ્દી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે. ફોન ચેન્જ કરશો તો પણ કામ કરશે વૉટ્સએપનુ આ નવુ ફિચર ફોન ચેન્જ કરવા પર પણ કામ કરશે, એટલે સ્માર્ટફોન બદલવા પર પર તમે જુના ફોનના ફેસ અનલૉકથી એપને ઓપન કરી શકશો. એક રિપોર્ટનુ માનીએ તો વૉટ્સએપ બીટા બિલ્ડ 2.20.203.3 ફિંગરપ્રિન્ટ લૉકને પણ પહેલાથી બેસ્ટ બનાવવામાં આવશે.
વધુ વાંચો





















