શોધખોળ કરો
Advertisement
Facebook અને Instagram એ આ પ્રકારની ઇમોજી મુકવા પર લગાવ્યો પ્રતિબંધ, કોઇ મુકશે તો એકાઉન્ટ થશે બંધ
જો કોઇ યૂઝર, રીંગણ, પીચ કે પછી બીજી કોઇપણ પ્રકારની અન્ય સેક્સૂઅલ ઇમોજીનો ઉપયોગ કરે છે તો તેના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે
નવી દિલ્હીઃ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, કંપનીએ બન્ને એપ પર હવે સેક્સૂઅલ ઇમોજી મુકવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
એટલે કે હવે કોઇપણ યૂઝર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આવા પ્રકારની ઇમોજી પૉસ્ટ નહીં કરી શકે. કંપનીની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યુ છે કે, યૌન ગતિવિધિઓને ચિત્રિત કરવા માટે વપરાતી ઇમોજીનો ઉપયોગ હવે નહીં કરી શકાય.
કંપનીના આ બેન સામે સોશ્યલ મીડિયા યૂઝર્સ નારાજ થયા છે, તેમનુ કહેવુ છે કે, સોશ્યલ મીડિયા પર બીજી એવી ઘણીબીધી વસ્તુઓ અને સમસ્યાઓ છે જેને પહેલા બંધ કરવી જોઇએ, જેમ કે નસ્લીય ટિપ્પણી. વળી કેટલાક યૂઝર્સ આને એક સારુ પગલુ ગણાવી રહ્યાં છે.
Facebook કૉમ્યૂનિટી સ્ટાન્ડર્ડના નવી ગાઇડલાઇન અનુસાર જો કોઇ યૂઝર, રીંગણ, પીચ કે પછી બીજી કોઇપણ પ્રકારની અન્ય સેક્સૂઅલ ઇમોજીનો ઉપયોગ કરે છે તો તેના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જુલાઇમાં ફેસબુક કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડે પોતાના પ્લેટફોર્મ પર યૌન અભિવ્યક્તિને લઇને નવા માપદંડો અપડેટ કરી દીધા હતા. પુખ્ત ઉદ્યોગ સમાચાર પોર્ટલ XBIZ અનુસાર, ફેસબુક કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ નવા માપદંડો સાથે યૌનકર્મિયોને ટાર્ગેટ કરી રહ્યું છે. Facebook કૉમ્યુનિટીના આ નવા નિયમ વિશે સૌથી પહેલા પત્રકાર થૉમસ ફાબરીને જાણ થઇ જે સેક્સ વર્કર મુદ્દાઓ પર રિસર્ચ કરી રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement