શોધખોળ કરો
Advertisement
ફેસબુકનો મોટો ફેંસલો- મીડિયા લૉ પર વધેલી તકરાર બાદ ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ જોવા અને શેર કરવા પર લગાવી રોક, જાણો શું છે મામલો.......
ફેસબુકનો ઓસ્ટ્રેલિયાના મીડિયા લૉને લઇને સરકાર સાથે તકરાર ચાલી રહી છે. મામલો એટલો વધી ગયો કે ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ખુદ પોતાના પેજ પણ બ્લૉક કરી દીધા છે. ફેસબુકના આ પગલાથી ઓસ્ટ્રેલિયામાં ઇમર્જન્સી સેવાઓ પર પણ અસર પડી છે
નવી દિલ્હીઃ જાણીતી સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકે ઓસ્ટ્રેલિયાને લઇેન એક મોટો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ જોવા અને શેર કરવા પર રોક લગાવી દીધી છે.
ફેસબુકનો ઓસ્ટ્રેલિયાના મીડિયા લૉને લઇને સરકાર સાથે તકરાર ચાલી રહી છે. મામલો એટલો વધી ગયો કે ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ખુદ પોતાના પેજ પણ બ્લૉક કરી દીધા છે. ફેસબુકના આ પગલાથી ઓસ્ટ્રેલિયામાં ઇમર્જન્સી સેવાઓ પર પણ અસર પડી છે.
કાયદામાં ન્યૂઝ બતાવવા માટે ચૂકવણી કરવાની છે જોગવાઇ....
આ આખા મામલા પર ફેસબુકે કહ્યું કે તેને મીડિયા લૉના વિરોધમાં આ પગલુ ભર્યુ છે, ખરેખરમાં કાયદામાં ફેસબુક અને ગૂગલ ન્યૂઝ જેવી કંપનીઓને ન્યૂઝ બતાવવા માટે ચૂકવણી કરવાની જોગવાઇ છે. પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ અને વાવાઝોડા સંબંધિત જાણકારીઓ આપતા પેજ પણ બંધ થઇ ગયા છે. દેશભરમાં સ્વાસ્થ્ય અને હવામાન સંબંધી સેવાઓ પણ ઠપ થઇ ગઇ છે. આ પછી મંત્રાલયો અને વિભાગોએ લોકોને તેમની વેબસાઇટ અને ટ્વીટર હેન્ડલ પરથી જાણકારી એકઠી કરવાની અપલી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement