શોધખોળ કરો
Advertisement
ફેસબુકે લૉન્ચ કરી ડેટિંગ એપ, આની મદદથી શોધી શકશો તમારો જીવનસાથી
કંપની અનુસાર ગયા સપ્ટેમ્બરમાં ફેસબુક ડેટિંગ શરૂ કર્યા બાદથી અત્યાર સુધી 20 દેશોમાં 1.5 અબજથી વધુ મેચ બનાવવામાં આવ્યા છે. ભારતમાં હાલ આ સુવિધા શરૂ નથી થઇ
નવી દિલ્હીઃ જો તમે તમારા જીવનસાથીની શોધમાં છો, તો બહુ જલ્દી ફેસબુક તમારો સહારો બનવાની છે. હવે જીવનસાથીની તલાશ માટે તમારે ના કોઇ ડેટિંગ એપની જરૂર પડશે કે ના કોઇ મેટ્રૉમૉનિયલ વેબસાઇટ પર જવુ પડશે. સોશ્યલ મીડિયા દિગ્ગજ ફેસબુકે બ્રિટન અને યુરોપમાં પોતાની બહુપ્રતીક્ષિત ડેટિંગ સેવા ફેસબુક ડેટિંગ લૉન્ચ કરી દીધી છે. આ માટે તમારે ફેસબુક પર તમે મિત્ર બનાવવાની સાથે સાથે જીવનસાથીને પણ પસંદ કરી શકશો.
ફેસબુક ડેટિંગ યૂઝરને મૂળ ફેસબુક એકાઉન્ટથી અલગ એકાઉન્ટ બનાવવી સુવિધા આપી રહ્યું છે. ફેસબુક ડેટિંગ દ્વારા માત્ર આસપાસના વિસ્તારોમાં રહેલા સંભવિતા પાર્ટનર સાધવો સંભવ થશે, એટલુ જ નહીં તેને નજીકથી જાણવા માટે ચેટિંગ અને વર્ચ્ચૂઅલ કૉલનો સહારો પણ લઇ શકશો.
કંપની અનુસાર ગયા સપ્ટેમ્બરમાં ફેસબુક ડેટિંગ શરૂ કર્યા બાદથી અત્યાર સુધી 20 દેશોમાં 1.5 અબજથી વધુ મેચ બનાવવામાં આવ્યા છે. ભારતમાં હાલ આ સુવિધા શરૂ નથી થઇ.
સિક્રેટ ક્રશ દ્વારા થશે મિલન
ફેસબુક ડેટિંગ પર સિક્રેટ ક્રશ નામનુ એક દિલચસ્પ ફિચર પણ અવેલેબલ છે. આ યૂઝરને પોતાની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા તે લોકોની યાદી બનાવવાની સુવિધા આપે છે, જે ખુદ જીવનસાથીની શોધમાં જોડાયા છે. જો તમારો ક્રશ પણ તેના સિક્રેટ ક્રશના લિસ્ટમાં જોડતો હશે તો આ એક મેચ છે. આ સિક્રેટ ક્રશ ફિચર તમને તે લોકો સાથે પૉટેન્શિયલ રિલેશનશીપની જાણકારી મેળવવાનો મોકો આપે છે, જેને તમે પહેલાથી જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાણો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement