શોધખોળ કરો
Advertisement
Facebook, Instagram અને મેસેન્જર 30 એપ્રિલ પછી આ પ્રકારના ફોન પર થઇ જશે બંધ, જાણો વિગતે
30 એપ્રિલ પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરનો સપોર્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સ્માર્ટફોન્સ પરથી હંમેશા માટે હટાવી લેવામાં આવશે. આ વાતનો ખુલાસો ખુદ માઇક્રોસૉફ્ટના એક પ્રવક્તાએ કર્યો છે
નવી દિલ્હીઃ ફેસબુક પોતાની એપ્સને વિન્ડોઝ પ્લેટફોર્મ પરથી હટાવવા જઇ રહ્યું છે. 30 એપ્રિલ પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરનો સપોર્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સ્માર્ટફોન્સ પરથી હંમેશા માટે હટાવી લેવામાં આવશે. આ વાતનો ખુલાસો ખુદ માઇક્રોસૉફ્ટના એક પ્રવક્તાએ કર્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે આ વાતનો ખુલાસો પહેલાથી જ થઇ ચૂક્યો છે કે માઇક્રોસૉફ્ટ વિન્ડોઝ ફોન પ્લેટફોર્મ પહેલાથી જ ખતમ કરી ચૂક્યુ છે. વળી આ પણ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ કે વિન્ડોઝ ફોન પર હાલમાં કેટલા યૂઝર્સ એક્ટિવ છે.
આ રિપોર્ટનો ખુલાસો સૌથી પહેલા વિન્ડોઝસેન્ટલે કર્યો. આમાં કહેવામાં આવ્યુ હતુ કે, ઇન્સ્ટાગ્રામે વિન્ડોઝ ફોન યૂઝર્સને નૉટિફાઇ કરી દીધુ છે. વળી કેટલાક રેડિય યૂઝર્સની પાસે પણ એક નૉટિફિકેશન આવ્યુ છે કે 30 એપ્રિલ પહેલા આ એપ્સને હટાવી દેવામાં આવશે.
સૉફ્ટવેર જાયન્ટે વિન્ડોઝ ફોન બિઝનેસને વર્ષ 2016માં ઓફિશિયલી બંધ કરી દીધો હતો. વળી કંપનીએ સિક્યૂરિટી અને સૉફ્ટવેર અપડેટ પણ બંધ કરી દીધુ હતુ. વૉટ્સએપ માત્ર વિન્ડોઝ ફોન 8.1 અને વિન્ડોઝ 10 મોબાઇલ ઓપરેટિંગ પર કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion