શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ અફવા પર લાગશે લગામ, ફેસબુક લોન્ચ કરવા જઈ રહ્યું છે આ ખાસ ફીચર
ઝકરબર્ગે જાણકારી આપતી કહ્યું કે, હવે અમે આ જ ક્રમમાં એક આગળ પગલું લઈ રહ્યા છીએ. અમે ગેટ્સ ધ ફેક્ટ નામથી એક ફીચર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને ફેલાઈ રહેલ ખોટી જાણકારી અથવા અફવાઓ પર નિયંત્રણ લગાવવા માટે ફેસબુક કડક પગલા લઈ રહ્યું છે. ફેસબુક ‘ગેટ્સ ધ ફેક્ટ’ નામનું એક ફીચર લઈને આવી રહ્યું છે. જેના દ્વારા ખોટી જાણકારી ફેલાથી રોકવામાં ઘણી હદ સુધી મદદ મળશે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું, “અમે માર્ચથી જ ખોટી જાણકારીને રોકવા માટે કામ કરી રહ્યા છે અને હવે અમે અમારા આ અભિયાનનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છીએ.” તેમણે આગળ કહ્યું, “અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોરોના વાયરસને લઈને લોકોને સુધી યોગ્ય જાણકારી પહોંચાડવા અને ખોટી જાણકારીને રોકવા માટે કામ કરી રહ્યા છીએ.”
ઝકરબર્ગે કહ્યું, “અમે માર્ચની શરૂઆતથી જ અફવાઓ પર નિયંત્રણ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે અમે અંદાજે 12 દેશોમાં 60થી વધારે ફેક્ચ ચેક સંસ્થાઓની સાથે મળીને 50 ભાષાઓમાં ખોટી જાણકારી પર નિયંત્રણ લગાવવા પર કામ કરી રહ્યા છીએ. જાણકારી ખોટી છે કે સાચી તેને પર લેબલ પણ લગાવવામાં આવે છે.
ઝકરબર્ગે જાણકારી આપતી કહ્યું કે, હવે અમે આ જ ક્રમમાં એક આગળ પગલું લઈ રહ્યા છીએ. અમે ગેટ્સ ધ ફેક્ટ નામથી એક ફીચર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જે ઘણી હદ સુધી ખોટી જાણકારી પર નિયંત્રણ લગાવશે. તેમણે એ પણ કહ્યું કે, અમારા જે યૂઝર્સની પાસે અત્યાર સુધી ખોટી જાણકારી પહોંચી છે અમે તેને મેસેજ મોકલીને યોગ્ય જાણકારી આપીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement