શોધખોળ કરો
Advertisement
ડૉમેન ફ્રૉડના આરોપમાં ફેસબુકે ભારતની આ કંપની સામે નોંધાવ્યો કેસ, જાણો વિગતે
ક્રિસ્ટેનને જણાવ્યુ કે, કંપનીએ આ પગલુ પોતાના યૂઝર્સને ઓનલાઇન ફ્રૉડથી બચાવવા માટે ભર્યુ છે. તેને જણાવ્યુ કે, લોકોને ભ્રમમાં રાખવા માટે facebook-verify-inc.com, instagramhjack.com અને videocall-whatsapp.com જેવા ડૉમેન નેમ બનાવ્યા હતા
નવી દિલ્હીઃ ટેકનોલૉજીના ક્ષેત્રમાં દુનિયામાં સૌથી મોટી કંપનીઓમા સામેલ ફેસબુકે પોતાના અને પોતાની અન્ય કંપનીઓના નામનો ખોટો ઉપયોગ કરવાને લઇને એક ભારતીય કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ભારતીય કંપની પ્રૉક્સી સર્વિસ આપે છે અને ફેસબુકનો આરોપ છે કે આ કંપની WhatsApp અને Instagram અને Facebook જેવા નામોનો ઉપયોગ કરી રહી છે.
એબીપી હિન્દી વેબસાઇટમાં છપાયેલા સમાચાર પ્રમાણે, રિપોર્ટ અનુસાર, ભારતીય કંપની Compsys Domain Solutions Private Limited વિરુદ્ધ અમેરિકાના જ વર્જીનિયામાં કેસ નોંધાવ્યો છે. કંપનીના અધિકારી ક્રિસ્ટેન ડ્યૂબૉઇસે એક બ્લૉગ પૉસ્ટમાં જણાવ્યુ કે,ભારતમાં રહેલી પ્રૉક્સી સર્વિસ કૉમ્પસિસ ડૉમેન સૉલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી રજિસ્ટર કરવામાં આવેલા 12 ડૉમેનની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
ક્રિસ્ટેનને જણાવ્યુ કે, કંપનીએ આ પગલુ પોતાના યૂઝર્સને ઓનલાઇન ફ્રૉડથી બચાવવા માટે ભર્યુ છે. તેને જણાવ્યુ કે, લોકોને ભ્રમમાં રાખવા માટે facebook-verify-inc.com, instagramhjack.com અને videocall-whatsapp.com જેવા ડૉમેન નેમ બનાવ્યા હતા.
તેમને જણાવ્યુ કે, ફેસબુકે ભારતીય કંપનીને આ ડૉમેનને લઇને જાણકારી માટે સંપર્ક કર્યો હતો, પણ Compsys તરફથી કોઇ પ્રતિક્રિયા નથી મળી. તેમને વધુમાં જણાવ્યુ કે ઓનલાઇન ફ્રૉડથી બચાવવા માટે કંપની નિયમિત રીતે ઇન્ટરનેટ પર નજર રાખે છે.
આવુ પહેલીવાર નથી થયુ કે ફેસબુકે કોઇ કંપની વિરુદ્ધ આ પ્રકારનુ પગલુભર્યુ હોય. આ પહેલા પણ કંપનીએ માર્ચમાં Namecheap નામની કંપની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion