હવે આ તારીખથી કોઇપણ ફોનમાં નહીં થઇ શકે કૉલ રેકોર્ડિંગ, જાણો કેમ
ગૂગલે 11 મેએ પોતાની નવી પૉલીસ અમલી બનાવી રહી છે, જે થર્ડ પાર્ટી એપ્સને કૉલ રેકોર્ડિંગ એક્સેસિબિલિટી એપીઆઇ યૂઝ કરવાથી રોકશે,
નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ગૂગલ પ્લે સ્ટૉર પર સેંકડો કૉલ રેકોર્ડિંગ એપ્સ અવેલેબલ છે. જોકે, આની ઠીક ઉલટ એપલે એપ સ્ટૉર પર માત્ર કેટલીક જ કૉલ રેકોર્ડિંગ એપને જગ્યા આપી છે જે પેડ છે. જલદી એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં પણ કૉલ રેકોર્ડિંગ મુશ્કેલ થવાનુ છે.
કેમ કે હવે ગૂગલ કૉલ રેકોર્ડિંગ એપ્સ પર શિકંજો કસવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે એન્ડ્રોઇડ 10ની સાથે ડિફૉલ્ટ કૉલ રેકોર્ડિંગ ફિચર બંધ કરી દીધુ છે. જોકે બીજી કંપનીઓ પોતાની એન્ડ્રોઇડ બેઝ કસ્ટમસ ઓએસમાં હજુ પણ કૉલ રેકોર્ડિંગ ફિચર્સ આપે છે.
ગૂગલે 11 મેએ પોતાની નવી પૉલીસ અમલી બનાવી રહી છે, જે થર્ડ પાર્ટી એપ્સને કૉલ રેકોર્ડિંગ એક્સેસિબિલિટી એપીઆઇ યૂઝ કરવાથી રોકશે, એટલે કે પૉલીસી લાગુ થયા બાદથી થર્ડ પાર્ટી એપ્સથી કૉલ રેકોર્ડિંગ નહીં કરી શકાય. જે ફોનમાં પહેલાથી કૉલ રેકોર્ડિંગ એપ્સ છે અને જેમને પરમિશન મળેલી છે તેમને કોઈ ફરક પડશે નહીં. તમે એ એપ્સની મદદથી આગળ પણ કૉલ રેકોર્ડિંગ કરી શકશો. પણ નવી એપ ઈન્સ્ટોલ કરીને રેકોર્ડિંગ કરી શકશો નહીં.
રિપોર્ટ્સ અનુસાર, નવા નિયમમાં એમ પણ કહેવાયું છે કે ગૂગલ અને શ્યાઓમીના સ્માર્ટફોન્સમાં કોઈ અસર થશે નહીં. આવું એટલા માટે કે આ નેટિવ કૉલ રેકોર્ડિંગ ફંક્શન આપે છે. જો કે આવનારા સમયમાં તેને માટે કોઈ પોલીસી ઈમ્પ્લિમેન્ટ કરી શકાય છે જેને માટે ગૂગલે હજુ સુધી કંઈ કહ્યું નથી. નવી પોલીસી અનુસાર હાલના થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિંગ એપ્સ પર લાગૂ થશે. જો ફોનના ડિફોલ્ટર ડાયલરમાં કૉલ રેકોર્ડર છે અને પ્રી લોડેડ છે તો તેમાં ઈનકમિંગ ઓડિયો સ્ટ્રીમ માટે એક્સેસિબિલિટીની જરૂર રહેશે નહીં. આ માટે ગૂગલની નવી પોલીસીનું વાયલેશન પણ રહેશે નહીં. 11 મેથી તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરાયેલું થર્ડ પાર્ટી એન્ડ્રોઈડ કૉલ રેકોર્ડર કામ કરવાનું બંધ કરી દે તે શક્ય છે. કારણ કે નવી પોલીસી આ તારીખથી લાગૂ થશે.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે