શોધખોળ કરો
Advertisement
ગૂગલ મેપ પર હવે આવશે આ ખાસ ફિચર, હરવા-ફરવામાં તમને આ રીતે કરશે મદદ, જાણો વિગતે
ગૂગલ મેપ આ ફિચરની મદદથી ટૂરિસ્ટોને ફાયદો કરાવશે, જે ખાસ કરીને હરવા-ફરવા માટે લૉકલ ગાઇડ પાસેથી સલાહ લે છે, તે આ ફિચરની મદદથી આસાન થઇ જશે
નવી દિલ્હીઃ ગૂગલ મેપ પર વધુ એક ખાસ અને કામનુ ફિચર આવી રહ્યું છે. ગૂગલે જાહેરાત કરી દીધી છે કે તે ફેમસ પ્લેટફોર્મ ગૂગલ મેપ પર હરવા ફરવામાં મદદ કરી શકે એવુ નવુ ફિચર જોડવા જઇ રહ્યું છે. આ ફિચરની મદદથી ગૂગલ મેપ પર કોઇપણ લૉકલ ગાઇડની પ્રૉફાઇલને ફોલો કરી શકાશે. લૉકલ ગાઇડને ફૉલો કરવા માટે તેની પ્રૉફાઇલ પર ફોલોનુ ઓપ્શન હશે જેને પ્રેસ કરીને તમે તેના ફોલોઅર બનીને માહિતી મેળવી શકો છો.
આ ફિચર એક સોશ્યલ મીડિયા જેવુ ફિચર છે, જેના પર તમે મનગમતા લોકોને ફોલો કરી શકો છે. ગૂગલના આ ફિચરથી અંદાજ લગાવી શકાય છે કે ગૂગલ મેપ હવે પુરેપુરુ સોશ્યલ મીડિયા બનવા જઇ રહ્યુ છે. આ ફિચર કેટલુ સક્સેસ થશે તે આગામી દિવસોમાં ખબર પડશે.
ખાસ વાત છે કે આ ફિચર હાલ ટેસ્ટ માટે અવેલેબલ છે. ગૂગલ મેપના આ ફિચરને ટેસ્ટ માટે દુનિયાભરના નવ શહેરોમાં લાગુ કરવામાં આવી રહ્યુ છે. જે શહેરોમાં તમે આ ફિચરનો ટેસ્ટ કરી શકો છો, તેમાં દિલ્હી, લંડન, ન્યૂયોર્ક સિટી, મેક્સિકો સિટી, બેન્કૉક, ટૉક્યો, ઓસાકા, સાન ફ્રાન્સિસ્કો અને સાઓ પાલોઓ સામેલ છે.
ગૂગલ મેપ આ ફિચરની મદદથી ટૂરિસ્ટોને ફાયદો કરાવશે, જે ખાસ કરીને હરવા-ફરવા માટે લૉકલ ગાઇડ પાસેથી સલાહ લે છે, તે આ ફિચરની મદદથી આસાન થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion