શોધખોળ કરો
Google સાર્વજનિક સ્થળો પર આપશે ફ્રી વાઇ-ફાઇ સેવા, જાણો!

નવી દિલ્લીઃ હવે દેશભરમાં જલ્દી સાર્વજનિક જગ્યાઓ, મોલ્સ, મેટ્રો સ્ટેશન,કૈફે અને યુનિવર્સિટીમાં લોકો ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકશે. આ સુવિધા Google દ્વારા આપવામાં આવશે. Google એ કહ્યું છે કે, Google સ્ટેશન દ્વારા તે ભારતના લાખો લોકોને વાઇફાઇની સેવા ફ્રીમાં આપશે. Google ના વાઇસ પ્રેસિડેન્ટ (નેક્સટ બિલિયન યૂજર્સ) કેસર સેનગુપ્તા મંગલવારે પોતાની જાહેરાત દરમિયાન જણાવ્યું હતું કે, Googleનું લક્ષ્ય લોકોને તેમના ઘરથી થોડે દૂર ફ્રી વાઇ-ફાઇ સેવા આપવાનો છે.
વધુ વાંચો





















