શોધખોળ કરો
Advertisement
હવે Google કહેશે કોણ કરી રહ્યું છે તમને કૉલ, Truecallerને ટક્કર આપવા લૉન્ચ કરી આ ખાસ સર્વિસ
ગૂગલ Verified Calls જ ટ્રૂકૉલર એપનુ કામ કરશે. એટલે કે આ એપ આવ્યા બાદ યૂઝરને કોઇ થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર નહીં રહે. આ એપ આવ્યા બાદ યૂઝર્સને મોટો ફાયદો થશે અને છેતરપિંડી પર લગામ લાગશે
નવી દિલ્હીઃ ગૂગલ હવે માર્કેટમાં પોતાની નવી સર્વિસ લઇને આવી રહ્યુ છે. મંગળવારે એન્ડ્રોઇડ ડિવાઇસ પર ફોન એપમાં એક નવી સુવિધા Verified Callsની જાહેરાત કરી છે, જે ફોનમાં છેતરપિંડીથી બચવા માટે પ્રયાસમાં વાસ્તવિક બિઝનેસ નંબરોથી કૉલની ઓળખ કરશે. આ ભારત અને દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં એક ગંભીર સમસ્યા છે. ગૂગલના Verified Calls ફિચરને પહેલા ભારત, બ્રાઝિલ, મેક્સિકો, સ્પેન અને અમેરિકામાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ પછી દુનિયાના અન્ય ભાગોમાં પણ આને રિલીઝ કરવામાં આવશે.
આને ગૂગલ ફોન એપનો ભાગ બનાવવામાં આવ્યો છે. આ ફિચર મારફતે યૂઝર્સને જાણી શકશે કે કોણ કૉલ કરી રહ્યું છે. કૉલ કરવાનુ કારણ શું છે, અને કૉલરનો લોકો પણ દેખાશે. આ ફિચર આવવાથી ફ્રૉડ કૉલ કરનારા લોકો પર લગામ લાગશે. આ ફિચર આવ્યા બાદ ટ્રૂકૉલર એપને જબરદસ્ત ટક્કર મળશે.
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં લખ્યુ કે યૂઝર્સને આનો મોટો લાભ થશે. બિઝનેસ Verified બેચ પણ ગૂગલ તરફથી વેરિફાઇડ કરેલા નંબરો પર દેખાશે. કોઇપણ રીતના બિઝેસ કૉલ આવ્યા પર યૂઝર્સને દેખાશે કે કોણ અને કેમ કૉલ કરવામાં આવી રહ્યો છે.
ગૂગલ Verified Calls જ ટ્રૂકૉલર એપનુ કામ કરશે. એટલે કે આ એપ આવ્યા બાદ યૂઝરને કોઇ થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર નહીં રહે. આ એપ આવ્યા બાદ યૂઝર્સને મોટો ફાયદો થશે અને છેતરપિંડી પર લગામ લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement