રેલવે સ્ટેશન, બસ સ્ટૉપ કે મૉલમાં ચાર્જિંગ પૉઇન્ટ પરથી ચાર્જ કરતાં હોય ફોન તો સાવધાન, હેકર્સ ચોરી શકે છે તમારો ડેટા, જાણો શું છે ખતરો ને કઇ રીતે બચી શકાય
સ્માર્ટફોનની બેટરી ગમે ત્યારે ખતમ થવાના કારણે કેટલાક યૂઝર્સ ગમે ત્યાં એટલે કે ઘરની બહાર પલ્બિક પ્લેસ પર પણ પોતાના સ્માર્ટફોનને ચાર્જ કરવા લાગે છે. પરંતુ શુ તમને ખબર છે આવા ચાર્જિંગ પૉઇન્ટ પર હેકર્સની નજર હોય છે? નહીંને. આવા પબ્લિક પ્લેસ પર ચાર્જિંગ કરવુ ઘણુ અઘરુ અને ખતરનાક સાબિત થઇ શકે છે. જાણો આનાથી શું છે ખતરો અને કઇ રીતે બચી શકાશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન આજે આપણા બધાની લાઇફનો એક ખાસ પાર્ટ બની ગયો છે. કેટલાય લોકો સ્માર્ટફોનનો એટલો બધો વપરાશ કરે છે કે તેને દિવસમાં બેથી ત્રણ વાર ફોનને ચાર્જ કરવાની જરૂર પડે છે. સ્માર્ટફોનની બેટરી ગમે ત્યારે ખતમ થવાના કારણે કેટલાક યૂઝર્સ ગમે ત્યાં એટલે કે ઘરની બહાર પલ્બિક પ્લેસ પર પણ પોતાના સ્માર્ટફોનને ચાર્જ કરવા લાગે છે. પરંતુ શુ તમને ખબર છે આવા ચાર્જિંગ પૉઇન્ટ પર હેકર્સની નજર હોય છે? નહીંને. આવા પબ્લિક પ્લેસ પર ચાર્જિંગ કરવુ ઘણુ અઘરુ અને ખતરનાક સાબિત થઇ શકે છે. જાણો આનાથી શું છે ખતરો અને કઇ રીતે બચી શકાશે.....
હેકર્સ આ રીતે બનાવે છે શિકાર.....
પબ્લિક પ્લેસ જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટૉપ, મૉલ વગેરે આ પ્રકારના ચાર્જિંગ પૉઇન્ટ્સ હંમેશા તમને મળશે. હેકર આવા ચાર્જિંગ પૉઇન્ટ્સ પર પોતાનો શિકાર શોધતા હોય છે. જ્યાં લોકો પોતાનો ફોન ચાર્જ કરતા રહે છે. આ ચાર્જિંગ પૉઇન્ટ્સ પર લાગેલી યુએસબીથી જો તમે પોતાના ફોનમાં ચાર્જ કરો છો તો ફોનમાં રહેલી બેન્ક એપ્સનુ લૉગ ઇન, ફેસબુક, વૉટસએપ, ટ્રવીટર, જીમેઇલ સહિતના યુપીઆઇ એપના પાસવર્ડ અને ડેટા હેકર્સની પાસે પહોંચી જાય છે. આ યુએસબી તમારા ફોનનો બધો ડેટા કૉપી કરી લે છે, અને ત્યારબાદ હેકર તમારા બેન્ક એકાઉન્ટને સાફ કરી દે છે.
માલવેયર કરી દે છે ઇન્સ્ટૉલ......
એટલુ જ નહીં હેકર્સ આ યુએસબીની મદદથી તમારા ફોનમાંથી વાયરસ ઇન્સ્ટૉલ કરી દે છે, જે ફોન તો ચાર્જ કરે જ છે. ડેટા પણ કૉપી થઇ જાય છે. હેકર્સ આના પોતાના પ્રમાણે બનાવે છે, કે તેને કેટલા સમય સુધી ડેટા ચોરી કરવો છે. આમાં કુકીઝ દ્વારા ડેટા કૉપી કરવામાં આવે છે.
આ રીતે કરો બચાવ....
આ પ્રકારના હેકર્સના નિશાનેથી બચવા માટે હંમેશા પાવર બેન્કનો ઉપયોગ કરો, પોતાની પાસે પાવર બેન્ક રાખો કે પછી પોતાનો જ ડેટા કેબલ વાપરો. ઇમર્જન્સીમાં ક્યારેય જો પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જ કરવો પડે તો મોબાઇલ ફોનને બંધ કરીને પોતાનો કેબલથી જ ચાર્જ કરો. ફોનને બંધ કરીને ચાર્જ કરવાથી ડેટા ટ્રાન્સફ નહીં થઇ શકે.