શોધખોળ કરો
Advertisement
WhatsAppના બે ફિચર છે એકદમ શાનદાર, જાણો કઇ રીતે વાપરી શકાશે.....
દુનિયાભરમાં વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. તમે જાણો છો વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જે ખુબ ઉપયોગી અને કામના છે. આમાં બે એડવાન્સ્ડ સર્ચ અને ક્યૂઆર કૉડ બે ખુબ કામના ફિચર્સ છે. જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ.....
નવી દિલ્હીઃ આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ ખુબ છવાઇ ગયેલી એપ બની ચૂકી છે. પર્સનલથી લઇને પ્રૉફેશનલ લાફઇમાં લોકો વૉટ્સએપને ખુબ મોટી જગ્યા અને મહત્વ આપી રહ્યાં છે. દુનિયાભરમાં વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. તમે જાણો છો વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જે ખુબ ઉપયોગી અને કામના છે. આમાં બે એડવાન્સ્ડ સર્ચ અને ક્યૂઆર કૉડ બે ખુબ કામના ફિચર્સ છે. જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ.....
Advanced Search (એડવાન્સ સર્ચ)
ગયા વર્ષે વૉટ્સએપમાં એક કામનુ ફિચર આવ્યુ જેનુ નામ એડવાન્સ સર્ચ છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર ખુબ સમય બચાવી શકે છે. આ ફિચરની મદદથી તમે તસવીરો, ઓડિયો, વીડિયો, ડૉક્યૂમેન્ટ, લિંક સહિતની તમામ વસ્તુઓ આસાનીથી સ્રચ કરી શકો છો. આ માટે તમારે કોઇપણ એક ઓપ્શન પર ટેપ કરવુ પડશે. તમે જ્યારે સર્ચમાં કોઇ ટાઇપ કરશો તો સામે આ વસ્તુઓ આવી જશે.
QR Code (ક્યૂઆર કૉડ)
વૉટ્સએપમાં થોડાક મહિના પહેલા ક્યૂઆર કૉડ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આ ફિચરનો ઉપયોગ કરીને તમે કોઇપણ કન્ટેન્ટને પોતાના ફોનમાં એડ કરી શકો છો. આ માટે તમારે તેનો નંબર સેવ કરવાની જરૂરર નથી. જેવુ તમે તમારા વૉટ્સએપથી બીજા વ્યક્તિનો ક્યૂઆર કૉડ સ્કેન કરશો, તેવો જ તેનો નંબર તમારા ફોનમાં આવી જશે. આ પછી તમે તેને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમે પણ પોતાનો ક્યૂઆર કૉડ શેર કરી શકો છો. જેવો કોઇ વ્યક્તિ તમારો ક્યૂઆર કૉડ સ્કેન કરશે તમારી કન્ટન્ટ નંબર તેના ફોનમાં સેવ થઇ જશે. આ ફિચર માટે તમારે વૉટ્સએપના સેટિંગમાં જવુ પડશે, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement