શોધખોળ કરો
Advertisement
Google બંધ કરશે આ મોટી સર્વિસ, એપ્રિલ મહિનાથી કંપની ડીલીટ કરશે ડેટા
નવી દિલ્હીઃ Google ટૂંકમાં જ પોતાની Google+ સર્વિસ બંધ કરવા જઈ રહી છે અને આગામી મહિને બે એપ્રિલથી કંપની Google+ના ડેટા ડિલીટ કરવાનું શરૂ કરશે. કંપની આ મામલે યૂઝર્સને જાણકારી આપી રહી છે અને કંપનીનું કહેવું છે કે, 31 માર્ચ પહેલા યૂઝર્સ પોતાનો ડેટા આર્કાઈવમાં સુરક્ષિત કરી લે.
તમારું ગૂગલ પ્લસ એકાઉન્ડ ડિલિટ કરવા માટે સૌથી પહેલા તમારે જીમેલમાં લોગન ઈન કરવાનું રહેશે. ત્યાર બાદ જમણી બાજુ ઉપર ફોટો દેખાશે. તેની એકદમ બાજુમાં નવ ડોટ્સ દેખાશે. તેના પર ક્લિક કરવાથી હવે એક વિન્ડો ઓપન થશે. જ્યાં નીચેની બાજુએ Google+ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે તમારું Google+ એકાઉન્ટનું પેજ ઓપન થશે. અહીં સૌથી ઉપર (પીળા બેકગ્રાઉન્ડમાં) ઇંગ્લિશમાં લખેલું દેખાશે going away અને get started. તમે get started પર ક્લિક કરશો તો તમારી સામે એક નવું પેજ ઓપન થશે જ્યાં કેટલાંક વિકલ્પ હશે. જો Google+ માં જરૂરી ફોટો, વીડિયો અને ડેટા છે તો તેને સેવ કરવા માટે Download all your Google+ data પર ક્લિક કરો અને જણાવેલા સ્ટેપ્સને ફોલો કરો. જો તમારા Google+ એકાઉન્ટમાં એવો કોઇ જરૂરી ડેટા નથી તો ઉપરથી ચોથી લાઇનમાં Delete your Google+ profile પર ક્લિક કરો.
અહીં તમારું ઇમેલ આઇડી આપેલું હશે અને પાસવર્ડ એન્ટર કરીને Next પર ક્લિક કરવાનું રહેશે. હવે જે પેજ ઓપન થશે તેના પર Google+ નો લોગો અને તેની એકદમ જમણી બાજુમાં ડિલીટની સાઇન પર ક્લિક કરો. ક્લિક પછી જે પેજ ઓપન થશે તેમાં કેટલાંક નિયમો અને શરતો લખેલી હશે. તેને વાંચો અને પેજના અંતમાં લેફ્ટ સાઇડ બનેલા બોક્સને ક્લિક કરો. હવે સૌથી છેલ્લે રાઇટ સાઇડમાં લખેલા DELETE GOOGLE+ પર ક્લિક કરી દો. ત્યારબાદ એક પેજ ઓપન થશે જ્યાં તમને Google+ ડિલીટ થયાનો મેસેજ આવશે અને ગૂગલ પ્લસનો લોગો પણ ગાયબ થઇ જશે, આવી રીતે તમે પોતાનું google+ એકાઉન્ટ ડિલીટ કરી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement