WhatsAppના આ ફીચરથી તમે તમારો નંબર શેર કર્યા વગર ચેટ કરી શકશો! QR કોડથી થશે કામ
નોંધનીય છે કે WABetaInfo વોટ્સએપ પર આવનારા નવા ફિચર્સ અંગેની જાણકારી આપે છે
WhatsApp યુઝર્સના એક્સપીરિયન્સને વધારવા માટે નવા નવા ફિચર્સ જાહેર કરતું રહે છે. હવે એક નવા રિપોર્ટ અનુસાર, WhatsApp પ્રોફાઇલ શેયરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. જેનાથી યુઝર્સ પોતાની પ્રોફાઇલના યુઆરએલ મારફતે સોશિયલ મીડિયા પર શેર કરી શકશે.
તેને લઇને WABetaInfo એ રિપોર્ટમાં કહ્યું છે. નોંધનીય છે કે WABetaInfo વોટ્સએપ પર આવનારા નવા ફિચર્સ અંગેની જાણકારી આપે છે. રિપોર્ટ અનુસાર નવું શેર પ્રોફાઇલ બટન યુઝરને પ્રોફાઇલ માટે લિંક બનાવવાની સુવિધા આપશે.
જેનાથી યુઝર્સ સિંગલ ટેપમાં બીજા યુઝર્સ સાથે ચેટ કરી શકશે. WABetaInfoએ તેને લઇને સ્ક્રીનશોર્ટ્સ પણ શેર કર્યા છે. સ્ક્રીનશોર્ટ અનુસાર આ નવું બટ સેટિંગ ટેબમાં પ્રોફાઇલ પિક્ચરમાં હશે. વોટ્સએપ હાલમાં યુઝરને તેની પ્રોફાઇલનો ક્યુઆર કોડ ક્રિએટ કરવાનો ઓપ્શન આપે છે.
જેનાથી યુઝર પ્રોફાઇલના ક્યુઆર કોડ ક્રિએટ કરીને તેની મારફતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરી શકે છે. જેનાથી યુઝર્સ તમારા ફોન નંબર વિના પણ તમારી સાથે સરળતાથી ચેટ કરી શકે છે. WhatsApp પ્રોફાઇલનો ક્યુઆર કોડ સ્કૈન ક્રિએટ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.
આ માટે સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો. બાદમાં સ્ક્રીનના ટોપ રાઇટ કોર્નરમાં આપવામાં આવેલા થ્રી-ડોટ પર ક્લિક કરો. બાદમાં યુઝરે મેન્યૂના સેટિંગના ઓપ્શનને સિલેક્ટ કરવો પડશે.
તમારે તમારા વોટ્સએપ એકાઉન્ટ નામની સામે આપવામાં આવેલા ક્યુઆર કોડ આઇકનને ટેપ કરવો પડશે. બાદમાં તમે તેને શેરના ઓપ્શનથી તમારા ફોનની ગેલેરીમાં સેવ કરી શકો છો અથવા સોશિયલ મીડિયા અથવા ઇમેઇલ મારફતે કોઇ પણ સાથે શેર કરી શકો છો. બીજા યુઝર્સ તેને સ્કેન કરીને તમારી સાથે સીધી ચેટ કરી શકશે.
Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો