શોધખોળ કરો
Advertisement
Huaweiએ ભારતમાં પોતાનો પ્રથમ પૉપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન Y9 Prime કર્યો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 7 ઓગસ્ટે છે. કંપનીએ આ સ્માર્ટફોન માટે પ્રી-બુકિંગની શરૂઆત કરી દીધી છે. અને પ્રી-બુકિંગ કરાવનાર ગ્રાહકોને ફ્રીમાં ઇયરફોન અને પાવરબેન્ક પણ મળશે.
નવી દિલ્હી: Huaweiએ ભારતમાં પોતાનો પહેલો પૉપ અપ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. Huawei Y9 Primeમાં 16 મેગાપિક્સલની પૉપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની પ્રથમ સેલ 7 ઓગસ્ટે છે. કંપનીએ આ સ્માર્ટફોન માટે પ્રી-બુકિંગની શરૂઆત કરી દીધી છે. અને પ્રી-બુકિંગ કરાવનાર ગ્રાહકોને ફ્રીમાં ઇયરફોન અને પાવરબેન્ક પણ મળશે.
ભારતમાં ઘણા સમય પહેલા Xiaomi, Oppo અને Vivo પૉપ સેલ્ફી કેમેરાવાળા સ્માર્ટફોન લોન્ચ કરી ચુક્યા છે. Huawei ભારતમાં પૉપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન મામેલ ઘણું પાછળ છે.
Huawei Y9 Prime ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચ Full HD+ (LCD) ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. રિયર પેનલ 3D કર્વ્ડ છે અને તેમાં આપવામાં આવેલો ટ્રિપલ કેમેરા આર્ટિફિશલ ઇન્ટેલિજેન્સ બેઝ્ડ છે.
રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. 16MP+8MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે ફ્રન્ટમાં 16 MPનો મોટરાઈઝ્ડ પૉપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. જેના વડે ફુલ એચડી રેકોર્ડિંગ પણ કરી શકાય છે. આ સ્માર્ટફોનની કિંમત 15,990 રૂપિયા રાખવામાં આવી છે.
Huawei Y9 Primeમાં પ્રોસેસર Hisilicon Kirin 710F Octacore આપવામાં આવ્યું છે. જ્યારે સોફ્ટવેર Android 9 Pie બેઝ્ડ EMUI 9 છે. મેમોરી 4 GB રેમ 128 GB ઇન્ટરનેલ સ્ટોરેજ આપવામાં આવી છે. સાથે એસડી કાર્ડ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,000mAh બેટરી અને ટાઈપ સી સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન બે કલર વેરિએન્ટ ગ્રીન અને બ્લૂ કલરમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement