ઇન્ટરનેટ યૂઝર્સ માટે Airtelનો સૌથી બેસ્ટ પ્લાન, સસ્તામાં મળે છે આટલો બધો ડેટા, જાણો
ઓલ ઇન વન નામથી આ એરટેલ બ્રૉડબેન્ડ પ્લાન (Airtel Broadband Plan) 17 પ્રીમિયમ ઓવર ધ ટૉપ (ઓટીટી) પ્લેટફોર્મ સુધીનો એક્સેસ આપે છે. જેમાં અમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝ્મી + હૉટસ્ટાર અને નેટફ્લિક્સ સામેલ છે.
Airtel Broadband Plan: એરટેલે સોમવારે 699 રૂપિયાથી શરૂ થનારા ત્રણ નવા એક્સસ્ટ્રીમ ફાયબર બ્રૉડબેન્ડ પ્લાન (Xstream Fiber Broadband Plans) લૉન્ચ કર્યા છે. જેમાં તમે ઇન્ટરનેટની સાથે સાથે 350 થી વધુ ટીવી ચેનલો સુધી એક્સેસ કરી શકો છો. ઓલ ઇન વન નામથી આ એરટેલ બ્રૉડબેન્ડ પ્લાન (Airtel Broadband Plan) 17 પ્રીમિયમ ઓવર ધ ટૉપ (ઓટીટી) પ્લેટફોર્મ સુધીનો એક્સેસ આપે છે. જેમાં અમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝ્મી + હૉટસ્ટાર અને નેટફ્લિક્સ સામેલ છે. બ્રૉડબેન્ડ પ્લાનમાં "ઝીરો" ઇન્સ્ટૉલેશન કૉસ્ટ અને પહેલા મહિના માટે ફ્રી સર્વિસ આપવાની ઓફર આપવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. યૂઝર્સને ઓટીટી એક્સેસ મેળવવા માટે એરટેલ 4K એક્સસ્ટ્રીમ ટીવી બૉક્સ ખરીદવુ જરૂરી છે.
શું છે નવા પ્લાનમાં ખાસ -
નવો ઓલ ઇન વન એરટેલ એક્સસ્ટ્રીમ ફાયબર બ્રૉડબેન્ડ પ્લાન 699, 1,099, અને 1,599 રૂપિયાના માસિક શુલ્ક પર આવે છે. પ્લાનમાં દર મહિને 3333GB ની Fair Usage Policy (FUP) ની સાથે અનેલિમીટેડ ડેટા આપે છે.
અનલિમીટેડ ડેટાની સાથે, એક્સસ્ટ્રીમ ફાયબર બ્રૉડબેન્ડ પ્લાન એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ સુધીનો એક્સેસ લેવાની સુવિધા આપે છે, જે સોનીલિવ, ઇરોસનાઉ, લાયન્સગેટ પ્લે હંગામા પ્લે સહિત 14 ઓવર ધ ટૉપ (ઓટીટી) એપ્સ માટે સિંગલ લૉગીન પ્લાન છે. પ્લાન 350 થી વધુ ટીવી ચેનલો સુધી પહોંચ છે, જે ગ્રાહકો એરટેલ 4K એક્સ્ટ્રીમ બૉક્સ ખરીદ્યા બાદ પ્રાપ્ત કરી શકે છે, જે 2,000 રૂપિયાના એકવારના ચાર્જ પર ઉપલબ્ધ છે.
એરટેલના નવા બ્રૉડબેન્ડ પ્લાન પર એક નજર.....
699 રૂપિયામાં એરટેલ બ્રૉડબેન્ડ પ્લાનમાં 40Mbps ની સ્પીડ મળે છે, જ્યારે 1,099 રૂપિયાના પ્લાનમાં 200Mbps સ્પીડ મળે છે, અને 1,599 રૂપિયામાં 300Mbps સ્પીડનો લાભ ઉઠાવી શકો છો.
699 રૂપિયા વાળા પ્લાનમાં પણ એરટેલ એકસ્ટ્રીમ પ્રીમિયમના ઉપરાંત ડિઝ્ની+ હૉટસ્ટાર એક્સેસની સાથે આવે છે, જોકે રૂપિયા 1,099 રૂપિયા વાળો પ્લાન Amazon Prime અને Disney+ Hotstar ની સાથે આવે છે, જ્યારે 1,599 રૂપિયા વાળા બે અન્ય ઓટીટી સેવાઓ ઉપરાંત નેટફ્લિક્સનુ સબ્સક્રિપ્શન આપે છે.
એરટેલની પાસે પણ હાલમાં છે, જે 499, 999, અને 1,498 Xstream ફાયબર બ્રૉડબેન્ડ પ્લાન જે સમાન લાભ આપે છે, પરંતુ બન્ડલ કરવામાં આવેલી ટીવી ચેનલો સુધી પહોંચ વિના..