શોધખોળ કરો
Advertisement
iPhone 12 લૉન્ચ થતાં જ કંપનીએ iPhone 11 અને iPhone XRની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, હવે કેટલાં મળી રહ્યાં છે, જાણો વિગતે
આઇફોન-12 લૉન્ચિંગના થોડાક સમય બાદ જ એપલ કંપનીએ પોતાના આઇફોન-11, આઇફોન-XRની કિંમતોમાં ધરખમ ઘટાડો કરી દીધો છે
નવી દિલ્હીઃ એપલે 13મી ઓક્ટોબરે એક ઇવેન્ટ કરીને પોતાના લેટેસ્ટ આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરી દીધી છે. આઇફોન લવર્સ માટે બે સારા સમાચાર સામે આવ્યા છે. એક તો નવા આઇફોન લૉન્ચ થયા છે, અને બીજુ કે કંપનીએ જુના મૉડલોની કિંમતો ઘટાડી દીધી છે.
આઇફોન-12 લૉન્ચિંગના થોડાક સમય બાદ જ એપલ કંપનીએ પોતાના આઇફોન-11, આઇફોન-XRની કિંમતોમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. ભારતમાં 64GB સ્ટૉરેજ વાળો આઇફોન-11 હવે 54,900 રૂપિયાથી શરૂ થાય છે. જો આઇફોન-12 મોંઘો લાગે છે તો 54,900 રૂપિયામાં આઇફોન-11 સારી ડીલ છે. આ ઉપરાંત પણ આઇફોનના અન્ય મૉડલની પ્રાઇસ પણ ઓછી કરી દેવામાં આવી છે.
iPhone 11 અને iPhone XRની નવી કિંમતો....
iPhone 11 64GB : Rs 54,900
iPhone 11 128GB : Rs 59,900
iPhone 11 256GB : Rs 69,900
iPhone XR 64GB : Rs 47,900
iPhone XR 128GB : Rs 52,900
iPhone SE (2020) ની નવી કિંમત....
64GB : Rs 39,900
128GB : Rs 44,900
256GB : Rs 54,900
દિવાળી ઓફર તરીકે એપલ આઇફોન-11ની સાથે એરપૉડ્સ એકદમ ફ્રી આપી રહી છે. આ ઓફર 17 ઓક્ટોબરથી એપલના ઓનલાઇન સ્ટૉર પરથી શૉપિંગ કરી શકાશે.
આઇફોન-12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ, 128જીબી, 256જીબી અને 512જીબી મૉડલમાં ગ્રેફાઇટ, સિલ્વર, ગૉલ્ડ અને પેસિફિક બ્લૂમાં મળશે. આની કિંમતો ક્રમશઃ 1,19,900 રૂપિયા અને 1,29,900 રૂપિયાથી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion